Abtak Media Google News
  • હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કીમોથેરાપી,રેડિયોથેરાપી, પિડીયાટ્રિશ્યનની સુવિધા શરૂ
  • બાળકોમાં થતા કેન્સરમાં બ્લડ કેન્સર સૌથી વધુ જોવા મળે છે. ઉપરાંત  મગજની ગાંઠ મુખ્યત્વે જોવા મળે છે

દેશ ભર માં ઘના લોકો ઘણા બાળકો કેન્સર ની બીમારી થી પીડાતા હોય છે .. કેન્સર ના રોગ નું વહેલી તકે નિદાન કરવામાં આવે તો કેન્સર ના રોગ ને મટાડી શકાય છે. ત્યારે રાજકોટ માં રાજકોટ કેન્સર સોસાયટી છેલ્લા ઘણા વર્ષો થી કેન્સર  ના દર્દીનારાયણની સારવાર કરી રહી છે.  રાજકોટ કેન્સર સોસાયટીમાં   દર વર્ષે 7,000 નવા દર્દીઓ કેન્સરની સારવાર માટે આવે છે. જેમાં દર મહિને કેન્સરગ્રસ્ત 15 બાળકો સારવાર માટે આવે છે. આ વધતો જતો  આંકડો ચિંતાજનક છે.

Advertisement

બાળકોમાં થતા કેન્સરમાં બ્લડ કેન્સર સૌથી વધુ જોવા મળે છે. આ સિવાય મગજની ગાંઠ મુખ્યત્વે છે. જેમાં નવી સુવિધા રૂપે કીમોથેરાપી, રેડિયોથેરાપીની સારવાર ઉપરાંત કેન્સરના બાળરોગ નિષ્ણાંતની નિમણૂક કરવામાં આવી છે

બાળકોમાં થતાં કેન્સરની ચેતવણીના લક્ષણો

કેન્સર અસંખ્ય બાળકો અને તેમના પરિવારોના જીવન પર ખૂબ જ ખરાબ અસર કરે છે.  વિશ્વભરમાં બાળકોમાં મૃત્યુદરનું મુખ્ય કારણ કેન્સર ની બીમારી છે. તબીબી સંશોધન અને સારવારની પદ્ધતિઓમાં નોંધપાત્ર પ્રગતિ હોવા છતાં, બાળકોમાં કેન્સર સામેની લડાઈ એક પડકારજનક અને તાત્કાલિક પ્રાથમિકતા છે. અસંખ્ય બાળકોને લ્યુકેમિયા, મગજની ગાંઠો, ન્યુરોબ્લાસ્ટોમાં, સાર્કોમાસ જેવા કેન્સરનું નિદાન થાય છે, જે તેમને અદ્રશ્ય દુશ્મન સામે ભયંકર યુદ્ધમાં ધકેલી દે છે. કિમોથેરાપી અને રેડિયેશનની આડઅસર અને વિલંબિત નિદાનને કારણે બાળકોમાં કેન્સરની સારવાર પુખ્ત વયના કેન્સરની સરખામણીમાં વધુ પડકાર ભર્યું છે. બાળકોમાં થતા કેન્સરની ચેતવણીના લક્ષણો જેવા કે તાવ, ગંભીર અને સતત માથાનો દુખાવો, હાડકામાં દુખાવો અને વજન ઘટવું એ કેન્સર માટેનું પ્રથમ લક્ષણ છે. જેનું યોગ્ય નિદાન અને સારવાર કરવી અત્યંત જરૂરી છે. કેન્સરની સારવાર માટે નિષ્ણાંત તબીબોની ટીમ રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ)માં દરેક વયના કેન્સરના દર્દીઓ માટે નિદાન અને સારવાર માટે જાણીતી છે, જેમાં કેન્સર માટેની જટીલ સર્જરીઓ, કિમોથેરાપી, રેડીયોથેરાપી વગેરે સુવિધાઓ એક છત્ર હેઠળ કેન્સરના દર્દીઓને મળી રહે છે. આધુનિક સાધનોથી સુસજજ લેબોરેટરી તેમજ રેડીયોલોજી વિભાગમાં ખછઈં, ઈઝ જઈઅગ, સોનોગ્રાફી, અને ડીજીટલ એકસ-રે વગેરેની સુવિધા બાળકોમાં કેન્સરના નિદાન માટે ઉપલબ્ધ છે.બાળકોમાં થતા કેન્સરના રોગ તથા જટીલ સારવારને ધ્યાનમાં રાખીને રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા કેન્સરનું વહેલું નિદાન અને સારવાર થાય એ માટે અનુભવી મેડીકલ ઓન્કોલોજીસ્ટ, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ, બાળરોગ નિષ્ણાંત તથા આઈ.સી.યુ.ના નિષ્ણાંત તબીબોની ટીમ બાળકોમાં થતા કેન્સરની સારવાર માટે ઉપલબ્ધ છે.

અમદાવાદ જાવાની જરૂર નહીં પડે

સોસાયટીના મેડીકલ ડાયરેકટર ડો.ખ્યાતી વસાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટ કેન્સર સોસાયટી ખાતે બાળકોમાં થતા કેન્સરની સારવાર માટે સુવિધાઓ ઉપલબ્ધ થતા હવે ખૂબ જ જરૂરિયાત હશે ત્યારે જ  કેન્સરના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર પડશે. રાજકોટ કેન્સર સોસાયટી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે. અને અહીંયા  રાહતદરે કેન્સરની  સારવાર કરવામાં આવે છે.જેનો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓ લાભ લઈ રહ્યા છે.

કેન્સર મટી ગયા પછી પણ દર છ મહિને ચેકઅપ કરાવવું જરૂરી: ડો. અદિતી થાનકી

અબતક સાથે વાતચીત કરતા અદિતિ ઠાનકી જણાવ્યું કે શ્રીમતી  અનિલાબેન કાંતિલાલ કોઠારી કેન્સર ચિકિત્સા ભવનમાં નાના બાળકો માટે રાહત દરે કેન્સરનું નિદાન થાય છે છે અદિતિ થાનકી દ્વારા મેડિકલ અને મેટોલોજીસ તરીકે કાર્યરત છે તે રાજકોટ કેન્સર સોસાયટી   મા ફરજ બજાવે છે રાજકોટ કેન્સર સોસાયટી છેલ્લા પાંચ વર્ષથી સૌરાષ્ટ્ર કચ્છના કેન્સરના દર્દીઓ માટે કાર્યરત છે  દેશમાં કેન્સરના કેસ વધી રહ્યા છે ત્યારે બાળકોનું કેન્સર થવું એ થોડી ચિંતાજનક બાબત છે બાળકોને જનીનિક ફેરફાર તથા ભોજનમાં લેવાતી વસ્તુ ની જો સંભાળ ન રાખવામાં આવે તો બાળકોને કેન્સર થવાના ચાન્સીસ વધી જાય .સારવારમાં કીમોથેરાપી રેડિયોથેરાપી થી સારવાર આપવામાં આવે છે  અધ્યતન સારવાર અને રાહત દરે કેન્સરની સારવાર આપવામાં આવે છે બાળકો નાની ઉંમરે કેન્સરથી પીડાતા હોય છે તેનું મોટું કારણ પર્યાવરણ નો બદલાવ છે તેથી આપણે લાઇફ સ્ટાઇલમાં કસરત યોગા ને સામેલ કરવો જોઈએ અને તંદુરસ્ત અને સાત્વિક આહાર એટલે કે ફળફળાદી ફ્રુટ અને લીલા શાકભાજી ખાવા જોઈએ કેન્સર સ્ક્રિનિંગ એવી પદ્ધતિ છે જે કેન્સરના પહેલા કે બીજા સ્ટેજમાં આપવામાં આવે તો કેન્સરને મટાડી શકાય છે અને ચોથા સ્ટેજમાં અધ્યતન સુવિધાથી સારવાર આપવામાં આવે તો તેમાં રાહત કરી શકાય છે અને મહત અંશે આયુષ્યમાં વધારો કરી શકાય છે અને જ્યારે કેન્સર મટી જાય ત્યારે પછી દર્દીને કેન્સર થી થતા વસ્તુથી દૂર રહેવું વ્યસનથી દૂર રહેવું જોઈએ જેના લીધે કેન્સર પાછું થાય નહીં અને સમય અંતરે છ મહિને ચેકઅપ કરાવવું જોઈએ

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.