Abtak Media Google News

માનસિક ત્રાસ આપી આપઘાત કરવા માટે ઉશ્કેરતા મંગેતર સામે નોંધાતો ગુનો

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં યુવતીના મંગેતરે તેનો પ્રેમ સાબિત કરાવવા યુવતીને કેનાલમાં ઝંપલાવવાનું કહેતા યુવતીએ પોતાના સાચા પ્રેમને સાબિત કરવા માટે વિચાર્યા વગર કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા પોલીસે યુવક સામે આપઘાત કરવા માટે પ્રેરિત કર્યા હોવાનો અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર વઢવાણમાં વેલનાથ સોસાયટીમાં રહેતા કાંતિભાઈ શંકરભાઈ ઝિંઝુવાડીયા એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેના ભાવિ જમાઈ રાહુલ અમરસિંહ ઉતરેજા રહે.શેખપર નું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે તેની પુત્રી કિંજલબેન ની સગાઈ રાહુલ સાથે થઈ હતી.

સગાઇના થોડા સમયમાં રાહુલ કિંજલ ને દાતારી હોવાનું કહી માનસિક ત્રાસ આપી ખીજવતો હતો. બાદ બંને જવાહર રોડ પરથી બાઈક પર બંને ધોરી ધજા ડેમ પર ગયા હતા ત્યારે કિંજલએ રાહુલને આઇ લવ યુ કહ્યું હતું અને રાહુલે પોતાને સાચો પ્રેમ કરે છે તે સાબિત કરવા કિંજલને ડેમમાં કૂદી જવાનું કહ્યું હતું.જેથી કીંજલે પોતાના પ્રેમને સાબિત કરવા ડેમમાં ઝંપલાવી મોતને મીઠું કરી લીધું હતું.જ્યારે કિંજલ એ આપઘાત કર્યો તે વાત રાહુલને તેના પરિવારજનોથી અને પોલીસથી છુપાવી રાખી પુરાવાનો નાશ કર્યો હતો. જેથી પોલીસે રાહુલ સામે આપઘાત માટે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.