Abtak Media Google News

અમદાવાદમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા વેપારી સાથે રાજકોટના શખ્સે કે જે તેને ત્યાં ડ્રાઇવરનું કામકાજ કરતો હતો. તેને વેપારીનું છોટાહાથી વાહન જેની કિંમત રૂ.૪ લાખ બારોબાર વેચી વેપારી સાથે છેતરપિંડી કરતા માલવયા નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

ક્રોમામાં કોન્ટ્રાક્ટ પર રાખેલું વાહન રૂ.૪ લાખમાં વેચી છેતરપિંડી કરતા નોંધાતો ગુનો

વિગતો મુજબ અમદાવાદમાં રહેતા અને કેરીયર નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા નાનાલાલ રામનારાયણ શાહ (ઉં.વ.૭૦)એ અનુલભાઈ ભરતસિંહ ગોહિલ (રહે. કર્મચારી સોસાયટી, શેરી નં.૩) સામે છેતરપિંડી કર્યાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે,તેઓ અમદાવાદ બાવળા રજોડા પાટીયા પાસે આશાપુરા રોડ કેરીયર નામનુ ટ્રાન્સપોટૅ ચલાવે છે. છેલ્લા આશરે સાતેક વષૅથી ઈલેકટ્રીક આઈટમ ક્રોમા કંપની સાથે તેમને આખા ગુજરાતમા માલ ડીલીવરીનો કોન્ટ્રાક હોય જેથી તેમને રાજકોટ અવાર નવાર જવું પડે છે. અને રાજકોટ શહેર ૧૫૦ ફુટ રીગ રોડ ઉપર બીગ બજારની સામે આર.કે.પ્રાઈમ મો લમા આવેલ ક્રોમા કંપનીમા તેમની માલિકીનુ છોટા હાથી વાહન મુકેલ છે.

આજથી આશરે અઢી વષૅ પહેલા તેઓ રાજકોટ ૧૫૦ ફુટ રીગ રોડ ઉપર આવેલ આર.કે.પ્રાઈમમા કોન્ટ્રાક ચાલુ હોય ત્યા તેમની માલીકીની ટાટા એ.સી.ઈ. છોટા હાથી જેના રજી.નં. જી.જે.૦૧.એચ.ટી.-૦૦૧૬ ચાલતી હતી જેથી તેમને અવાર નવાર અહી રાજકોટ ૧૫૦ ફુટ રીગ રોડ આર.કે.પ્રાઈમમા જવાનુ હોય જેથી ત્યાં કામ કરતા અતુલ ભાઈ ભરતિસહ ગોહીલ (રહે રાજકોટ)વાળાઓ સાથે મારે ઓળખાણ થયેલ હતી અને ત્યાર બાદ આજથી આશરે બે વર્ષે પહેલા તેઓ અહી રાજકોટ આવતા આ અતુલભાઈ ભરતસિહને તેમનું છોટા હાથી ચલાવવા માટે ડ્રાઇવર તરીકે રાખ્યા હતા અને દર મહીને રૂપીયા ૧૮,૦૦૦ પગાર આપતા હતા.

થોડા સમયે પહેલા તેમના ઘરે કંપની તરફથી નોટીશ આવેલ કે અતુલભાઈ ખરાબ વતૅન કરે છે જેથી તેને તેના પગારના રૂપીયા તથા ડીઝલના રૂપીયા ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા અને તેનું છોટાહાથી પરંતુ આ ભરત ગોહિલને તેનું છોટા હાથી ભરત ન આપી તેમની સાથે વિશ્વાસઘાત કરી તેમનું છોટાહાથી જેની કિંમત ચાલ લાખ રૂપિયા બારોબાર વેચી છેતરપિંડી કરતા પોલીસમાં ગુનો નોંધાયો છે.જ્યારે અને તપાસ માલવીયા નગર પોલીસના પી.એસ.આઇ.ડી.એસ.ગજેરા ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.