Abtak Media Google News

 પ્રાચીન શહેરમાં 20 હજાર લોકો રહેતા હતા

Ancient Turki

Advertisement

ઓફબીટ ન્યુઝ

તુર્કીમાં અંડરગ્રાઉન્ડ સિટી મળી આવ્યું

‘વિશ્વનું સૌથી અદ્યતન’ પ્રાચીન ભૂગર્ભ શહેર શોધાયું છે, જેમાં આધુનિક સ્ટવ અને ઘણા ભોંયરાઓ છે. તુર્કીના પુરાતત્વવિદોએ આ શહેરની શોધ કરી છે.

એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ રોમન સામ્રાજ્ય દરમિયાન અભયારણ્ય તરીકે થતો હતો. આ ભૂગર્ભ શહેરમાં ખોદકામ દરમિયાન એવી વસ્તુઓ સામે આવી છે જેને જોઈને નિષ્ણાતો પણ ચોંકી ઉઠ્યા છે.

આ શહેર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે?

Ancient4

ધ સનના અહેવાલ મુજબ, સરાયની નામનું આ શહેર 2 લાખ 15 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જેમાં મોટી સંખ્યામાં અંડરગ્રાઉન્ડ રૂમ અને કોરિડોર મળી આવ્યા છે. આ જગ્યા તુર્કીના કોન્યાના સરાયોનુ જિલ્લામાં મળી આવી છે, જેની નીચે 30 રૂમની ભુલભુલામણી દટાયેલી છે. એવું માનવામાં આવે છે કે આઠમી સદી દરમિયાન આ શહેર 20,000 લોકોનું ઘર હતું, કારણ કે રોમન સામ્રાજ્ય દ્વારા ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા હતા અને રોમન સૈનિકોના હુમલાઓથી બચવા માટે તેમને સુરક્ષિત સ્થાનની જરૂર હતી.

શહેરની અંદર કઈ વસ્તુઓ મળી આવી?

Ancient3

ભૂગર્ભ શહેરની આ શોધ આશ્ચર્યજનક છે, કારણ કે તેની અંદર ઘણી ચોંકાવનારી વસ્તુઓ મળી આવી છે. પ્રાચીન શહેરમાં સ્ટવ, ચીમની, સ્ટોરેજ એરિયા, લેમ્પ સ્ટેન્ડ, ભોંયરાઓ, વેન્ટિલેશન સિસ્ટમ્સ અને પાણીના કુવાઓનો પણ સમાવેશ થતો હતો. ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને એક પહોળો રસ્તો પણ મળ્યો જે તેઓ માને છે કે ‘મુખ્ય માર્ગ’ છે.

શા માટે તેનું નામ સરાયની રાખવામાં આવ્યું?

કોન્યા મ્યુઝિયમના પુરાતત્વવિદ્ હસન ઉગુઝે સ્થાનિક મીડિયાને જણાવ્યું, ‘અમે વિચાર્યું ન હતું કે તે આટલા મોટા વિસ્તારમાં ફેલાઈ શકે છે.’ તેમણે કહ્યું, ‘અમે અવલોકન કર્યું કે સરાય આરામદાયક છે, એકબીજા સાથે જોડાયેલી છે અને આર્કિટેક્ચરલ ડિઝાઈનને કારણે અંદરથી એક મહેલ જેવો દેખાય છે, જેના પરથી અમે નિષ્કર્ષ પર આવ્યા કે આ કારણોસર તેને સરાયની કહેવામાં આવે છે.’ તુર્કીમાં સરાયનીનો અર્થ થાય છે મહેલ.

આ ભૂગર્ભ શહેર કેવી રીતે શોધાયું?

Ancient1 1

સરાયની સ્થળ પર છેલ્લા 2 વર્ષથી ખોદકામ ચાલી રહ્યું છે, પરંતુ તેના વિશાળ કદને કારણે તેની સંપૂર્ણ શોધ થઈ શકી નથી. આ ભૂગર્ભ શહેર વિશે તુર્કીના એક વ્યક્તિએ સૌપ્રથમ જાણ્યું. તે તેની મરઘીઓનો પીછો કરી રહ્યો હતો. પછી તે ચિકનને પકડવાનો પ્રયાસ કરતી વખતે ઠોકર ખાય છે અને પડી જાય છે, તે દરમિયાન તેને વિશ્વના સૌથી મોટા ભૂગર્ભ શહેરોમાંથી એક વિશે ખબર પડે છે, જ્યાં એક સમયે 20 હજાર લોકો રહેતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.