Abtak Media Google News

સનાતન ધર્મમાં જેટલું મહત્વ પૂજા-પાઠનું છે તેટલું જ મહત્વ ઘંટ વગાડવાનું પણ છે. મંદિર હોય કે ઘર, કોઈપણ દેવી-દેવતાની આરતી ઘંટ વગાડ્યા વિના નથી થતી. દરેક ઘરના પૂજા ઘરમાં ઘંટ અવશ્ય રાખવામાં આવે છે. સાથે જ મંદિરોમાં નાની-મોટી ઘંટડીઓ પણ સ્થાપિત કરવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ કરતી વખતે પ્રથમ ઘંટ વગાડવામાં આવે છે.મંદિર દેશના કોઈપણ ખૂણામાં હોય કે વિદેશમાં, ત્યાં ઘંટ અવશ્ય સ્થાપિત કરવામાં આવે છે. મંદિરમાં ઘંટ વગાડવાની પરંપરા નવી નથી પરંતુ સદીઓ જૂની છે. Download 10 2

ધાર્મિક માન્યતા અનુસાર મંદિરમાં ઘંટ વગાડવાથી ભગવાનની મૂર્તિમાં ચેતના જાગે છે. આ દરમિયાન પૂજા કરવાથી શુભ ફળ મળે છે. એટલા માટે સૌથી પહેલા ઘંટ વગાડવામાં આવે છે. પુરાણોમાં કહેવાયું છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. ઘંટ વગાડવા પાછળ ધાર્મિક મહત્વની સાથે એક વૈજ્ઞાનિક કારણ પણ છે.Images 14 2

ધર્મ ગુરુઓ માને છે કે ઘંટ વગાડવાથી શરીરમાં ચેતનાનો સંચાર શરૂ થાય છે. મંદિરો અને મઠોમાં ઘંટ વગાડવામાં આવે છે જેથી ભગવાનની મૂર્તિમાં ચેતના જાગે. ઘંટ વગાડવાથી સમગ્ર વાતાવરણ જીવંત બની જાય છે. એટલા માટે પૂજા સમયે અને મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ ચોક્કસપણે વગાડવામાં આવે છે.ઘંટ હંમેશા પિત્તળનું બનેલુ હોય છે. મંદિર હોય કે ઘરમાં, પૂજામાં ઘંટ અવશ્ય વગાડવામાં આવે છે.308705 Ghant1

વિજ્ઞાન અનુસાર મંદિરમાં ઘંટ વગાડવાથી ત્યાં વાઈબ્રેશન ઉત્પન્ન થાય છે. તેના દૂર-દૂર સુધી ફેલાવાને કારણે આસપાસના બેક્ટેરિયા અને વાયરસનો નાશ થાય છે. મંદિરની આસપાસની દરેક વસ્તુ તેના વાઈબ્રેશનથી જ શુદ્ધ થઈ જાય છે, સાથે જ ઘંટના અવાજથી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે અને સુખ-સમૃદ્ધિના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જાય છે. એટલા માટે મંદિરમાં સૌથી પહેલા ઘંટ વગાડવામાં આવે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.