Abtak Media Google News

રેલનગરની તરુણીને મોરબી બાયપાસ પર સુંદરમ સિટી એપાર્ટમેન્ટના પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિીનીરે  છ વર્ષ પહેલાં પ્રેમ ઝાળમાં ફસાવ્યા બાદ મૈત્રી કરાર કરી ત્રણ વર્ષ દરમિયાન પત્નીની જેમ સાથે રાખી અવાર નવાર શરીર સંબંધ બાધ્યા બાદ લગ્ન ન કરી જ્ઞાતિ અંગે હડધૂત કરતા તરુણીએ પોતાના પ્રેમીના ઘરે જ એસિડ ગટગટાવી લેતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. સગીરાના પ્રેમી સામે બળાત્કાર અને એસ્ટ્રોસિટી એકટ હેઠળ પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Advertisement

લગ્નની લાલચ દઇ મૈત્રી કરારથી ત્રણ વર્ષ સુધી પત્ની તરીકે રાખ્યા બાદ લગ્ન ન કરી જ્ઞાતિ અંગે હડધૂત કરતા  એસીડ ગટગટાવ્યું

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં રહેતી એમબીએ સુધી અભ્યાસ કરેલી તરુણી 2017માં મોરબી બાયપાસ પર સુદંરમ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનીયર અંકિત હરકિશન અગ્રાવતના પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 2017માં સગીર હોવા છતાં અંકિત અગ્રાવતે લગ્નની લાલચ દઇ જુનાગઢ, આબુ, મુંબઇ અને રાજકોટમાં અનેક સ્થળે  દુષ્કર્મ આચર્યા બાદ ત્રણેક વર્ષ પહેલાં મૈત્રી કરારનું લખાણ તૈયાર કરી ત્રણ વર્ષ સુધી પોતાની સાથે પત્નની જેમ રાખી અવાર નવાર બળાત્કાર ગુજાર્યા બાદ જ્ઞાતિ અંગે હડધૂત કરી લગ્નની ના કહેતા તરુણીમાંથી પુક્ત થયેલી યુવતીએ પોતાના પ્રેમી અંકિત ગ્રાવતની સોસાયટીમાં એસિડ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

પશ્ર્ચિમ વિભાગના એસીપી ભાર્ગવ પંડયાએ અંકિત અગ્રાવત સામે બળાત્કાર અને એસ્ટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.