Abtak Media Google News

મોરબી રોડ પર બાઇકમાં પાછળ આવી રહેલા મહેમાન તરફ જોતા  ત્રણ શખ્સો તૂટી પડ્યા

મોરબી રોડ પર જકાતનાકા પાસે યુવક અને તેના સાળા પર એ વિસ્તારના શખ્સ સહિત ત્રણે હુમલો કરતા ઘવાયેલા સાળા બનેવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઈ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવન. મળતી માહિતી મુજબ ભગવતીપરા મેઇન રોડ પરના ધરમનગરમાં રહેતા વિપુલભાઇ હેમંતભાઇ વનાણી (ઉ.વ.23)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાનો લામકા તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા.વિપુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાળાને ત્યાં શનિવારે પ્રસંગ હોવાથી વિપુલભાઇ તથા તેનો સાળો બાઇકમાં સાળાના ઘરે જતા હતા અને બોટાદથી બાઇકમાં આવેલા સંબંધીઓ પણ ગ્રીનલેન્ડ ચોકડીથી બાઇક પર પાછળ આવી રહ્યા હતા,

મોરબી રોડ જકાતનાકા પાસે પહોંચ્યા હતા ત્યારે પાછળ આવી રહેલા સંબંધી તરફ વિપુલભાઇએ નજર કરતા નંબર પ્લેટ વગરના બાઇક પર ચાર શખ્સ ધસી આવ્યા હતા,એક શખ્સે કહ્યું હતુ કે, કેમ અમારી તરફ કાતર મારે છે, વિપુલભાઇએ અમે કાતર મારતા નહોતા તેમ કહેતા તે શખ્સ ઉશ્કેરાયો હતો અને કહ્યું હતું કે,તું મને ઓળખતો નથી, મારું નામ કાનો લામકા છે, અને અહીં જ મારી બેઠક છે, તેમ કહી કાનાએ પોતે પહેરેલું કડું વિપુલભાઇ અને તેના સાળાને માથામાં માર્યું હતું અને અન્ય બે શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા સાળા બનેવીને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંઘી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.