Abtak Media Google News

સુપ્રીમ કોર્ટના જસ્ટીશ બી.એન. શ્રીક્રિશ્ર્નાના વડપણ હેઠળની કાનૂની નિષ્ણાંતોની પેનલે શ્ર્વેતપત્ર બહાર પાડયો

લોકોની ખાનગી વિગતોનો સરકાર કે કંપની ગેર ઉપયોગ કરે તો સજાપાત્ર ગણાય સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.એન શ્રીક્રિશ્ર્નાના વડપણ હેઠળની એક કમિટીએ એવો નિષ્કર્ષ આપ્યો છે કે અગર કોઈ કંપની સામાન્ય નાગરીકના અથવા કોઈ પણનાં પર્સનલ ડેટા અર્થાત ખાનગી વિગતોનો ગેરઉપયોગ કરે તો તે સજાને પાત્ર છે. અરે, કોઈ ખાનગી કંપની જ નહી બલ્કે સરકાર પર કોઈની અંગત વિગતોનો મિસ યુઝ ગેર ઉપયોગ ન જ કરી શકે નહિંતર તેમને પણ કઠેડામાં ખડી કરી શકાય તેમ નિષ્ણાંતોની પેનલ એટલે કે કમિટીએ નિષ્કર્ષ બાદ તારણ આપ્યું હતુ.

કાનૂની નિષ્ણાંતોની પેનલે એક શ્ર્વેતપત્ર જારી કર્યો હતો. જેમાં આગામી તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ પહેલા ઉપરોકત મામલે રસ ધરાવતા લોકો પાસેથી મંતવ્યો મગાવવામાં આવ્યા છે સવાલ એ છે કે, અગર સરકાર કે કોઈ ખાનગી કંપની લોકોના પર્સનલ ડેટાનો ગેરઉપયોગ કરે તો તે સજાને પાત્ર ગણાય કે નહી? કાનૂની નિષ્ણાંતોની પેનલે તો તેમનો મત આપી દીધો છે.  હવે સામાન્ય નાગરિકો પાસેથી તેમના અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે.

પેનલે એવો અભિપ્રાય આપ્યો છે કે લોકોની ખાનગી વિગતોનો ગેરઉપયોગ અટકાવવા સ્ટોંગર મિકેનિઝમ એટલે કે એવી સીસ્ટમ કે કાનૂન હોવો જોઈએ જેનાથી ડરીને કોઈ આવું કૃત્ય ન કરે.

હાલ તૂર્ત આઈ.ટી.એકટમાં કોઈની પણ ખાનગી વિગતોનો ગેરઉપયોગ કરવા બદલ પેનલ્ટી ફટકારવાની જોગવાઈ છે. ભવિષ્યમાં કાયદો વધુ કડક થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.