Abtak Media Google News

નેશનલ ન્યુઝ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગઈકાલે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ભવ્યરીતે યોજાયા બાદ આજે રમલલાના દર્શન કરવામાં માટે દેશભરમાંથી રામ ભક્તો અયોધ્યામાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ફક્ત આમંત્રિત મહેમાનોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે આજે હવે મંદિર સામાન્ય લોકો માટે ખોલવામાં આવતા જ દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે.

Advertisement

અયોધ્યામાં હોટેલ બુકિંગમાં 80 ટકાનો વધારો

રામ મંદિરના મુખ્ય દ્વારની બહાર મોડી રાતથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો અહીં આવવા લાગ્યા છે. ભીડમાં હાજર લોકો ગેટની સામે ‘જય શ્રી રામ’ના નારા લગાવીને મંદિરમાં પ્રવેશી કરી રહ્યા છે. આ સાથે અયોધ્યાના સ્થાનિક લોકો પણ રામ મંદિરમાં દર્શન અને પૂજા માટે પહોંચી રહ્યા છે. રામ મંદિરમાં (Ram Mandir) ગઈકાલે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. આ મહોત્સવના લગભગ 2 અઠવાડિયા પહેલા જ અયોધ્યામાં હોટેલ બુકિંગમાં 80 ટકાનો વધારો થયો છે. અહીં હોટેલમાં એક દિવસના રૂમની કિંમત સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે, અને હોટલના ભાવમાં પાંચ ગણો વધારો થયો છે.Download

રામલલાના કપડાનો રંગ જૂની પરંપરા અનુસાર રહેશે 

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ અનુસાર, રામલલાને દર કલાકે ફળ અને દૂધ ચઢાવવામાં આવશે. રામમંદિર દરરોજ સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભક્તોને ધ્યાનમાં રાખીને મંદિરમાં દર્શનનો સમયગાળો 14 થી 15 કલાક ખુલ્લુ રહી શકે છે. મંદિરના પૂજારીઓનું કહેવું છે કે 1949માં પ્રગટ થયેલા શ્રી રામલલાના કપડાનો રંગ દિવસના હિસાબે હતો. નવા મંદિરમાં આ પરંપરા ચાલુ રહેશે. રામલલા સામાન્ય દિવસોમાં સોમવારે સફેદ વસ્ત્રો પહેરે છે, પરંતુ ખાસ પ્રસંગોએ તેઓ પીળા વસ્ત્રો પહેરશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.