Abtak Media Google News
  • કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ફતેસિંહ વસાવા પણ ભાજપમાં જોડાયા

રાજકોટ ન્યૂઝ  : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલો ભરતી મેળો પરબહારમાં ખીલ્યો છે. સત્તા સાથે જોડાઇ એક સેવા કરવા હરિફ રાજકીય પક્ષોના નેતા તથા આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીટીપીના નેતાઓએ આજે કેસરિયા કરી લીધા હતા.

Advertisement

આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની અઘ્યક્ષતામાં ભાજપના ભરતી મેળાનો વધુ એક એપીસોડ જોવા મળ્યો હતો. જેમાં બી.ટી.પી.ના રાષ્ટીય અઘ્યક્ષ મહેશ વસાવા પ00 થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ગયા હતા.

 તેઓના આ નિર્ણયથી પિતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા ભારોભાર નારાજ હોવાનું ચર્ચાય રહ્યું છે. ગત વિધાનસામાં કોંગ્રેસના ધારાસભ્ય રહેલા ફતેસિંહ વસાવાએ ગઇકાલે કોંગ્રેસના તમામ પદા પરથી રાજીનામું આપી દીધુ હતું. આજે તેઓ ભાજપમાં સામેલ થઇ ગયા હતા.આ ઉપરાંત ગત સપ્તાહે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેનાર માણાવદર બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી એ પણ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.