Abtak Media Google News

અલ્કાપુરી, ચંપકનગર, રામનાથપરા, સોરઠીયા વાડી અને ચિત્રકૂટ પાર્કમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી

નાની-નાની વાતમાં ભરેલા પગલાથી સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો

 

1593406560650 રાજકોટ સમાચાર,

સામાજીક સમરસત્તાની વધતીજતી ખાય અને આર્થિક તેમજ વિકાસની દેખાદેખી જેવી નજીવી બાબતે લોકો આપઘાત તરફ વળે છે. તે સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. જેમાં શહેરમાં છેલ્લા બે દિવસમાં છ વ્યક્તિઓએ આત્મહત્યાના બનાવો નોંધાયા છે. રૈયા રોડ પર અલ્કાપુરીના વૃધ્ધ, ચંપકનગર-3માં પરિણીતાએ, રામનાથપરાના યુવાને, સોરઠીયા વાડીમાં 32 વર્ષીય પરિણીતા અને ચિત્રકૂટ પાર્કમાં યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરનાં ભાગોળે આવેલા ખેરડી ગામે રહેતો અને લાખાપર ગામે ડાઈપરના કારખાનામાં કામ કરતો જેવીન વિપુલ પીપળીયા નામના 21 વર્ષિય યુવકે પંખામાં ધ્વજ વંદન કરવા ઉપયોગમાં લીધેલી દોડી વડે ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટાફે મૃતદેહનો કબ્જો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જેમાં મૃતક જેવિન લાખાપર ગામે જ કારખાનામ રહી કામ કરતો હતો. આજે સવારે કારખાનામાં કામ કરતા અન્ય મજૂરને થોડી વખત સુવા જવાનું કહીને કારખાનાં રૂમમાં ગયા હતા. બાદમાં યુવકને મિત્ર બોલાવવા જતાં તે લટકેલી હાલતમાં મળી આવતા બધા સ્તબ્ધ  બની ગયા હતા. યુવકે ક્યાં કારણોસર પગલું ભર્યું તેનું કારણ જાણવા તપાસ ચાલુ છે.

બીજા બનાવમાં રાજકોટ શહેરના રૈયારોડ નજીક અલ્કાપુરી રહેતા કેશુભાઈ રવજીભાઈ રાઠોડ નામના 70 વર્ષીય વૃદ્ધે જૂનાગઢમાં જઈ આપઘાત કરી લીધો છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જેમાં મૃતક કેશુભાઈ નિવૃત્ત સરકારી કર્મચારી હતા અને ગત તા.25ના રોજ ઘરેથી મંદિર જવાનું કહીને નીક્ળ્યા હતા અને વધુ સમય થતાં વૃદ્ધ કેશુભાઈ પરત ન ફરતાં પરિવારજનોએ કોલ કરતા તેઓ જૂનાગઢ જવાનું જણાવ્યું હતું. વૃદ્ધ કેશુભાઈએ ભવનાથ તળેટી નજીક જઈને આપઘાત કરી લીધો હતો. મૃતક માનસીક બીમારીમાં આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું છે.ત્રીજા બનાવમાં પેડક રોડ પર ચંપકનગર-3માં રહેતી સ્વાતિબેન સુરજભાઈ દેશમુખ નામની 26 વર્ષિય પરિણીતાએ રાતે રૂમમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે. રાત્રે કામે આવ્યા બાદ પતિ સુરજભાઈ નાહવા ગયા બાદ ટુવાલ જોઈતો હતો. તેથી  પત્નિ – સ્વાતિ જે રૂમમાં સુતી હતી ત્યાં જતાં દરવાજો અંદરથી બંધ હતો.દરવાજો  ખખડાવવા છતાં નહિ ખોલાતાં દરવાજાનો આગળીયો કાપીને ખોલવામાં આવતાં તેણી લટકતી હાલતમાં લાશ મળતાં પરિવારમાં  આક્રંદ સર્જાયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી મૃતક સ્વાતિબેન આપઘાત કરનારના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં ચાર માસથી તેઓ ગર્ભવતી હતી. તેણે ક્યા કારણોસર પગલુ ભર્યુ તે જાણવા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોથા બનાવમાં રામનાથપરા-1માં જય – એપાર્ટમેન્ટમાં પાંચમા માળે રહેતાં રહેતાં સનીશ જેમલભાઈ શેખ (ઉ.વ.18) નામના યુવાને છતના હુકમાં ચાદર બાંધી ઘરે ગળફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ – થતાં એ-ડિવીઝન. પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક સનીશ મુળ બંગાળનો વતની હતો અને માસીયાઈ ભાઈઓ સાથે રહી સોની કામ, ચાંદીકામની મજૂરી કરતો હતો. તે વતનની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેથી તેની સાથે ફોનમાં વાત કરતો હતો. આ અંગે યુવતિના પિતાએ સનીશના કાકાને વાત કરતાં કાકાએ આ બાબતે ઠપકો આપી ફોન ન કરવાનું કહેતાં માઠુ લાગી યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું છે.પાંચમા બનાવમાં જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયાવાડી-1માં રહેતાં શકીનાબેન જાહીદભાઈ મનીહાર નામના 32 વર્ષીય પરણીતાએ  ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ભક્તિનગર પોલીસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતક શકીનાબેનને  એક પુત્ર અને એક – પુત્રી છે. પતિ દોઢ મહિનાથી બિમાર હોય અને પુત્ર પણ જન્મથી માંદગીમાં સપડાય હોય તો આર્થિક જવાબદારી પરણિતા સંભાળતી હતી. મૃતક થોડા સમયથી આર્થિક ભીંસથી કં લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.છઠ્ઠા બનાવમાં કુવાડવા રોડ  ચિત્રકુટ પાર્ક બ્લોક નં.92માં રહેતાં જગદીશભાઈ માવજીભાઈ પરમાર નામના 32 વર્ષીય યુવકે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો કરી લેતાં પરિવારમાં ગમગીની ફેલાઇ છે. બનાવની જાણ થતાં બી– ડિવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી પ્રાથમિક કાર્યવાહી કરી છે મૃતક જગદીશભાઈ ઇમિટેશનનું કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.જગદીશભાઈ ના આપઘાતનું કારણ બહાર જાણવા તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.