Abtak Media Google News

ઠેર-ઠેર ઈવીએમ બગડવાની ફરિયાદો ઉઠી: નાણા પ્રધાન અરૂણ જેટલી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી વી.વી.સ્વેને કર્યું મતદાન: મારામારીના અનેક કિસ્સા સામે આવ્યા

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ ૯૩ વિધાનસભા બેઠકો ઉપર ઉત્તેજનાપૂર્ણ માહોલમાં મતદાન શ‚ થઈ ગયું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર એમ ૬ જિલ્લાની ૩૨ બેઠકો માટે, અમદાવાદ શહેરની ૧૬ તેમજ જિલ્લાની સાણંદ, વિરમગામ, ધોળકા, ધંધુકા અને દસક્રોઈ એમ પાંચ બેઠકો થઈ ૧૨ બેઠકો માટે ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, મહિસાગર, છોટાઉદેપુર, પંચમહાલ તથા દાહોદ એમ સાત જિલ્લાની ૪૦ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે કડી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જયારે નાણા પ્રધાન અ‚ણ જેટલીએ વેજલપુરમાં મતદાન કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ મતદાન કર્યું છે. જન વિકલ્પ પક્ષના સુપ્રિમો શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરના વાસંદામાં મતદાન કર્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી વી.વી.સ્વેન પણ મતદાન કરવા પહોંચી ગયા છે.

બીજા તબકકામાં કુલ ૧૪૫૨૩ મતદાન સ્થળો ઉપરના ૨૫૫૭૫ મતદાન કેન્દ્રો ખાતે મતદાન થઈ રહ્યું છે. આમાં જ‚રીયાત કરતા ૫૭ ટકા વધારે સહિત કુલ ૪૦૦૨૭ બેલેટ યુનિટ, જ‚રીયાત કરતા ૨૮ ટકા વધારે સહિત કુલ ૩૨૬૩૩ કંટ્રોલ યુનિટ તેમજ જરૂરીયાત કરતા ૩૭ ટકા વધારે સહિત કુલ ૩૫૦૬૧ વીવીપેટ ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે.

સૌથી વધુ ૩૪ ઉમેદવાર મહેસાણા બેઠક ઉપર છે. જયાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ છઠ્ઠીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠકનું પરિણામ ખુબજ રોમાંચક રહેશે તેવું ફલીત થાય છે. ૧૦ વાગ્યા સુધીમાં ૧૩ ટકા જેટલું મતદાન થયું હોવાનું જાણવા મળેલ છે. દિવસના અંતે મતદાન સરેરાશ ૬૫ ટકાની આસપાસ રહે તેવી શકયતા છે.

પ્રથમ તબકકાના મતદાન સમયે જે રીતે ઈવીએમ બગડવાની ફરિયાદો ઉઠી હતી તેવી જ રીતે આજે પણ ઈવીએમ બગડવાની ઠેર-ઠેરથી ફરિયાદો મળી રહી છે. વાવના કુંભારડીમાં ૨ ઈવીએમ તેમજ અરવલ્લીના ૧૧ ઈવીએમ, બાકરોલ-દેલોલમાં ૧-૧ ઈવીએમ બગડયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ધાનેરાના ચારડામાં તેમજ બનાસકાંઠામાં મતદાન મથક પર મારામારીના બનાવો સામે આવી રહ્યાં છે.

૧૦ વાગ્યા સુધીમાં ગાંધીનગરમાં ૧૫, આણંદમાં ૧૫, ખેડામાં ૧૪, મહિસાગરમાં ૧૧,દાહોદમાં ૧૧, પંચમહાલમાં ૧૦, વડોદરામાં ૧૬, અમદાવાદમાં ૧૫, છોટા ઉદેપુરમાં ૧૦, સાબરકાંઠામાં ૧૩, સાબરમતીમાં ૧૦, મહુવામાં ૧૩, પાટણમાં ૭, બનાસકાંઠામાં ૧૩, મહેસાણામાં ૧૫ અને અરવલ્લીમાં ૧૩ ટકા મતદાન થયું હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.