Abtak Media Google News

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયા-ટ્રાય ટૂંક સમયમાં જ એવી વ્યવસ્થા લાગુ કરી શકે છે જેમાં મોબાઈલ ઓપરેટર કંપનીઓ જો કોઈ સ્કીમ કે સર્વિસ બંધ કરે તો તે સ્કીમનો લાભ લેતા ગ્રાહકોને તે સ્કીમ હેઠળ વપરાયા વગરનું બેલેન્સ પાછું મળી શકે. ટ્રાઇના ચેરમેન આર. એસ. શર્માએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, અમે એ બાબતે અમે બહુ સ્પષ્ટ છીએ કે ગ્રાહકોના હિતોની જાળવણી થાય. અમે ગ્રાહકોના પૈસા તેમણે પાછા મળે તેવા રસ્તાઓ ચોક્કસ શોધી લઈશું અને આ વ્યવસ્થાને સુચારુ રીતે અમલ કરાવવા માટે જરૂરી સૂચનાઓ કંપનીને આપીશું.

શર્માએ વધુમાં જણાવ્યુ હતું કે, સ્કીમ બંધ થવાની કે સર્વિસ પણ થવાની સ્થિતિમાં વ્યક્તિગત નુકશાન ભલે ઓછું હોય છે પણ આવા અસંખ્ય ગ્રાહકોને ધ્યાને રાખીએ તો આ રકમ માતબર બની જાય છે. આ ખરેખર એક ગ્રાહકના હકને લાગતો પ્રશ્ન છે.

ગ્રાહકની કોઈ વપરાયા વગરની બેલેન્સ કંપની પાસે પડી હોય તો તેને ગ્રાહકના એકાઉન્ટમાં પરત કરી શકવાની કોઈ વ્યવસ્થા ટ્રાઇ દ્વારા અમલમાં લાવવામાં આવશે. આ માટે ગ્રાહકના આધારકાર્ડનો ઉપયોગ કરવાની શક્યતાઓ છે. શર્મા એ વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રાહકોને ચોક્કસપણે તેના પૈસા પરત મળશે જો ઓપરેટર દ્વારા ગ્રાહકને સંબંધિત સેવા બંધ કરી દેવામાં આવે. આ બાબતના હલ માટે કંપનીઓના સૂચનો પણ આવકાર્ય છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ટેલિકોમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કંપની ખોટ કરવાને કારણે વોઇસ કોલિંગ સર્વિસ બંધ કરી શકે છે અને ફક્ત 4G ડેટા સર્વિસ જ ચાલુ રાખી શકશે. એરસેલ પણ પોતાની કેટલીક સેવાઓ બંધ કરી દેવાની પુષ્ટિ આપી ચૂક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.