Abtak Media Google News

મહા મહિનાની ઠંડીમાં શિતળ થઇ ગયેલી ગીરી કંદરાઓ ઉનાળાની તપીશમાં તપવા માટે તૈયાર થઇ રહી છે ત્યારે શિવ સાથે જીવ મિલનનો મહાઉત્સવ એટલે મહાશિવરાત્રી, પાંચ દિવસમાં ભકિતમય વાતાવરણ પછી ઉત્સવની ચરમસીમા અનુભવાવી જોઇએ એ ભારતવર્ષમાં મોટાભાગના તહેવારોની પરંપરા રહી છે. નવરાત્રીના ઉત્સવની પરાકાષ્ઠા રૂપે આવતો દશેરાનો તહેવાર હોય કે પાંચ દિવસનાં અનુષ્ઠાન પછી  આવતો દિવાળી અને નવ વર્ષરૂપી પડવાનો તહેવા હોય, ગણપતિનાં સ્થાપન પછી ઉજવાતો ગણેશ વિસર્જન હોય કે જુનાગઢમાં પાંચ દિવસનાં મેળા પછી પરાકાષ્ઠા ઉજવાતો મહાશિવરાત્રીનો તહેવાર હોય, મહા માસની વદ તેરસના દિવસે ઉજવાતો મહાશિવરાત્રીના તહેવાર વિશે વિવિધ માન્યતાઓ અને લોકવાયકા છે જે ધાર્મિક ગ્રંથોમાં વદીર્તત વિવિધ શિવકથા આધારીત છે.

Importance Of Maha Shivratri Hindiએક કથા પ્રમાણે બ્રહમાનાં રૂદ્ર રૂપમાં મઘ્યરાત્રીએ ભગવાત શીવનું અવતરણ થયું હતું. બીજી માન્યતા પ્રમાણે તાંડવ કરતા સમયે પરાકાષ્ઠીત તાંડવે શીવે ત્રીજુ નેત્ર ખોલતા તેમાંથી નીકળેલી જવાલાથી બ્રહ્માંડ ભસ્મ થઇ ગયું હતું તે રાત્રીન બ્રમાંડ નવસર્જનના પ્રક્રિયા સાથે જોડીને જોવામાં આવે છે જયારે ત્રીજી લોક વાયકા પમાણે આ તહેવાર શીવ-પાર્વતીના વિવાદને જોડીને મનાવવામાં આવે છે. એક તહેવારને લઇને આ ઉ૫રાંત પણ વિવિધ માન્યતાઓ વિવિધ પ્રાંત પ્રમાણે પ્રવર્તે છે. આમ છતાં મહાશિવરાત્રીનું મહત્વ ભકતોમાં એક સરખુ જ જોવા મળે છે.

બાર મહિનામાં બા શિવરાત્રી આવે છે પણ મહાશિવરાત્રી મહા મહિનાના ની વદ તેરસે જ મનાવવામાં આવે છે.

બાર શિવરાત્રીઓ પૈકી આ શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. દેશભરમાં ખ્યાતનામ શિવ મંદીરોથી લઇને નાના-મોટા દરેક શિવ મંદીરોમાં આ રાત્રીનું વિશેષ મહાત્તમ છે. અને એમા પણ સૌરાષ્ટ્રના જુનાગઢમાં ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં પાંચ દિવસ યોજાતો મેળો અને છેલ્લા પરાકાષ્ટાથી  રાત્રીએ થતી ધામિક ક્રિયાઓ દિગંબર સાધુઓની નીકળતી રવાડી અને દિગંબર સાધુઓનું મૃગીકુંડમાં સ્નાન તેમજ એમના સ્નાન બાદ શ્રઘ્ધાળુઓના મૃંગી સ્થાનનું ખાસ મહત્વ છે.

Holymen 16ગિરનાર પર્વત હિમાલયના શિખરો કરતા પણ પહેલા અસ્તિત્વમાં આવ્યો છે. ગિરનારની ચોતરફ ફેલાયેલા જંગલમાં, પર્વતની ગુફાઓમાં અગણ્ય સાધુ, જોગી, યોગી, હઠ યોગી, દિગંબરોનો વાસ છે. સામાન્ય દિવસોમાં એમના દર્શન દુર્લભ છે. પણ શિવરાત્રીએ આ બધા જ સાધુ-યોગી, દિગંબરોના પ્રયક્ષ દર્શન શ્રઘ્ધાળુઓ એક સાથે કરી શકે છે. એમના દ્વારા કરવામાં આવતા અંગ કરતબ અને યોગીક ક્રિયાઓથી પ્રાપ્ત થયેલી શકિતનું નિર્દેશન પ્રદર્શન જોવા વિદેશથી પણ શ્રઘ્ધાળુઓ-જીજ્ઞાસુઓ ઉમટી પડે છે. ભવાનાથની તળેટીમાં આવેલ મૃગી કુંડ વિશે એક કથા પ્રયલીચ છે. કનોજના રાજા ભોજ પોતાનાી મૃગી એટલે કે હરણીની મૃખાકૃતિ જેવો આકાર ધરાવતી રાણી સાથે ગિરનારની યાત્રા-પ્રદક્ષિણા કરી હતી. આ સ્થ્ળે એમના આગલા સાત સત્મોનોના કર્મો અને કરેલા પાપો બળીને ભસ્ત થયા હતા આથી ભોજ રાજાએ મૃગમુખીના નામથી આ સ્થળુ કુંડ બનાવડાવ્યો જે આથે મૃગીકુંડ તરીકે ઓળખાય છે.

Maxresdefault 8લોકવાયકા છે કે શિવરાત્રીએ દિગંબર સાધુઓનાં મૃગીકુંડ સ્નાન દરમિયાન સ્વંગ ભોળનાથ કોઇ એક દિગંબર સાધુનું રૂપ ધરી સ્નાન કરવા અવતરે છે. દ્રઢ થયેલી માન્યતા પ્રમાણે જેટલી સંખ્યામાં સાધુઓ સ્નાન કરવા મૃગીકુંડમાં પ્રવેશે છે એ સંખ્યામાં એક સાધુનો ઉમેરો થઇને એ બહાર આવે છે.

જે સ્વયં શીવ છે પણ શ્રઘ્ધાળુઓના ચર્મ ચક્ષુઓ એને ઓળખી શકતા નથી. સ્કંદ પુરાણે પ્રમાણે શિવરાત્રીએ ભગવાન મહાદેવના દર્શનથી ભવો-ભવના પાપ કર્મો નાશ પામી છે. મહા શિવરાત્રીની મઘ્યરાત્રીએ નિરાકાર દેવ મહાદેવ સ્વયં આકાર ધારણ કરીને જીવ સાથે મિલન સાધવા મૃગીકુંડમાં પધારે છે. એવી દ્રઢ થયેલી માન્યતાને કારણે જ અડધી રાત્રીએ શ્રઘ્ધાળુઓ મૃગીકુંડમાં સ્નાન કરે છે.

વિશ સ્મશાનનાં દેવ છે. સ્મશાનમાં એનો વાસ માનવામાં આવે છે. નવસર્જન માટે કરવામાં આવતા વિનાશના દેવ શિવ છે. ભૂત-પ્રેત એમના સાથીદારો છે. વ્યાધ ચર્મ એમનો પહેરવેશ છે. સર્પ એમનું ઘરેણું છે. અને અર્ધચંદ્ર એમનો મુકુટ છે. જટામાં ધારણ કરેલી ગંગાએ મુકુટનો ચમકર્તી મણી છે. એક હાથમાં ધારણ ત્રિશુલ નાશ કરવાનું પ્રતિક છે. ડમરૂએ પૃથ્વીની ઉત્પતિ સમયે થયેલા નાદન. પ્રતિઘ્વનિત કરવાનું પ્રતિક છે.

The Most Difficutlt Testશિવની ઉપાસના રાત્રે કરવાનું ખાસ મહત્વ છે દિવસે સ્મરણ, પ્રાંત પ્રજા, અને સેવા કરાય છે. પણ શિવ ઉ૫ાસના માટે રાત્રીના ચાર પ્રદર્શનું ખાસ મહત્વ છે. કોઇ પ્રજા અર્ચના ઉપાસના રાત્રે કરવામાં નથી આવતી સિવાય શીવ શીવલીંગ ના પૂજા અર્ચનામાં માત્ર શુઘ્ધ જળ અને ત્રણ પાન વાળુ બિલ્લવ પત્ર હોય એટલે ભોળાનાથ સંતુષ્ઠ થઇ જાય છે.

શિવરાત્રીએ શિવપુજનમાં સૌથી પહેલા શુઘ્ધ વસ્ત્રો સ્નાન વિધી બાદ ધારણ કરી પુજામાં બેસતા જ ઘ્યાન, આહવાન, આસન ગ્રહણ કરાવવું આચમન, જળ સ્નાન, પંચામૃત સ્નાન ફરી શુઘ્ધ જળ સ્નાન વસ્ત્ર ધારણ કરાવવા, યજ્ઞોપવીત્ર ધારણ કરાવવી, ઉપવસ્ત્ર ધારણ કરાવી, ચંદન, અક્ષત, પુષ્પ, પુષ્ણમાળા, ધૂપ-દીપ, નૈવૈદય, પુષ્પાંજલી પરિક્રમા અને ક્ષમા-પ્રાર્થના આ ક્રમમાં શીવ પુજન કરવું જોેઇએ. જે વસ્તુ ઉપલબ્ધ ન હોય તેની જગ્યાએ અક્ષતનો (તૂટયા વગરના ચોખાના આખા દાણા) ઉપયોગ કરવો.

આમાથી કોઇ પણ એક મંત્રનો જાપ પુજા વિધી દરમ્યિાન કરી શકાય.

શિવ પંચાક્ષરી મંત્ર – નમ: શિવાય

શિવ ષડાક્ષરી મંત્ર- ઓમ નમ: શિવાય

મૃત્યુજય મંત્ર- ઓમ જૂં સ  અને

મહામૃત્યજપ મંત્ર – ઓમ ત્રયમ્બકમ, યજામહે, સુગન્ધિં પુષ્ટિ વર્ધનમ,

ઉવાર્ર્રુકમિવ બન્ધનાત  મૃત્યો ર્મૃક્ષીય મામૃતાત !

રાશી પ્રમાણે શિવ-સ્તુતિ – પુજન કે આહવાન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

મેષ:- લાલ પુષ્પ અને મધથી પુજા – અભિષેક કરવો સાથે ઉચ્ચારવાનો મંત્ર – ઓમ નમ: શિવાય

વૃષભ:- સફેદ પુષ્પ અને દૂધથી પુજા- અભિષેક કરવો. સાથે ઉચ્ચારવાનો મંત્ર મહામૃત્યુ જય મંત્રનો જાપ કરવો.

મિથુન:- ઘતુરો – દૂધથી અભિષેક કરવો તથા શિવ ચાલીસાનો પાઠ કરવો

ર્કક:- સફેદ કમળ અથવા સફેદ પુષ્પથી પુજા અને દુગ્ધાભિષેક કરવો. શિવાષ્ટકના પાઠ કરવા

સિંહ:- લાલ પુષ્પ અને પંચામૃતથી પ્રુજા અભિષેક કરવો અને સાથે શિવમહિમ્ન સ્ત્રોત પુરાણનું વાંચન કરવું

ક્ધયા:- લીલા રંગનું પુષ્પ ચઢાવી ભાંગ અને સુગંધિત તેલનો અભિષેક કરવો, શિવ પુરાણનું વાંચન કરવું

તુલા:- સફેદ પુષ્પ અને દુધથી પુજા અભિષેક કરવો તેમજ મહાકાલ સહસ્ત્રનામનો પાઠ કરવો.

વૃશ્ર્વિક:- લાલ પુષ્પ- સરસવના તેલોનો અભિષેક કરવો તેમજ શીવના ૧૦૮ નામનું સ્મરણ કરવું

ધન:- પળા પુષ્પ અને સરસવના તેલનો અભિષેક કરતા કરતા ૧ર જયોતિલિંગનું  સ્મરણ કરવું.

મકર:- ભૂરા અથવા શ્યામ રંગની છાંટ ધરાવતા પુષ્પો તથા ગંગાજળથી શિવ પુજા કરવી. શિવ પંચકાર મંત્રનો જાણ કરવો.

કુંભ:- ભૂરા પુષ્પ સાથે ગંગાજળથી અભિષેક કરવો તથા શિવ ષડક્ષર મંત્રનો ૧૧ વાર જાણ કરવો.

મીન:- પીળા રંગના પુષ્પો થી પુજા કરવી તથા મીઠા પાણીથી શિવ લંગ અભિષેક કરવો રાવણ રચિત શિવ તાંડવનો પાઠ કરવો.

બમ…  બમ….  ભોલે

Bam Bam Bhole
bam bam bhole

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.