Abtak Media Google News

તા.૨૪ને સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે શ્રાવણ નક્ષત્રના નામ ઉપરથી શ્રાવણમાસ નામ પડયું છે. શ્રાવણ નક્ષત્રના દેવતા વિષ્ણુ ભગવાન છે. અને સ્વામી ચંદ્ર છે. ચંદ્રના અધિષ્ઠાતાદેવતા મહાદેવજી છે આમ શ્રાવણ માસ મહાદેવજી અને વિષ્ણુ ભગવાન એટલે કે કૃષ્ણ ભગવાનની ભકિત માટે ઉતમ ગણાય તેમાંપ ણ ખાસ કરીને ઘણા વર્ષો પછી આ વર્ષે શ્રાવણ મહિનો સોમવારથી શ‚ થશે અને સોમવારે પૂર્ણ થશે અને પાંચ સોમવાર હશે આમ આ વર્ષે શ્રાવણ માસનું મહત્વ વધારે છે.

પૌરાણીક રીતે જોઈએ તો હિમાલય પુત્રી પાર્વતીજીએ મહાદેવજીને મેળવવા માટે શ્રાવણ માસમા ઉગ્ર તપ કર્યું હતુ આખો શ્રાવણમાસ ઉપવાસ રહીને તપ કરી મહાદેવજીને પતિ તરીખે મેળવ્યા હતા. એક બીજી કથા પ્રમાણે સમુદ્ર મંથન પણ દેવતાઓ અને દાનવો એ આજ મહિનામાં કર્યું હતુ અને સમુદ્રમાંથી નીકળેલ ઝેર મહાદેવજી લોક કલ્યાણ માટે પી ગયા હતા. આમ શ્રાવણ માસમાં મહાદેવજીએ લોકો પર કૃપા કરી હતી આથી પણ શ્રાવણ માસમાં મહાદેવજીની પુત્રીનું મહત્વ વધારે છે. શ્રાવણ માસ માં પાંચ સોમવારની પૂજામાં પહેલો સોમવારે ચોખાથી, બીજો સોમવારે તલથી, ત્રીજો સોમવારે મગથી, ચોથા સોમવારે જવથી, પાંચમાં સોમવારે સતુથી શિવ પૂજન કરવું આમ પાંચેય સોમવારે શિવપૂજનનું મહત્વ વધારે છે. તે ઉપરાંત શ્રાવણ માસમાં શિવ મંદિરે હવેલીમાં ભકતોની ભીડ જામશે હવેલીમાં હિડોળા કૃષ્ણજન્મ ઉજવાશે અને શિવ મંદિરમાં પાંચેય સોમવારે શણગાર થશે ભકતો કૃષ્ણ ભગવાનને પવિત્રા અર્પણ કરશે મહાદેવજીને બિલીપત્ર અર્પણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.