મીઠું ભલે સ્વાદ માટે દુનિયાભરમાં જાણીતું અને માનીતું હોય પરંતુ તેનું વધારે પડતુ સેવન તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. મીઠાંને જરૂરત કરતા વધારે લેવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, પાગલપણા જેવી બિમારીઓ આવી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે પ્રતિદિન દુનિયાભરમાં જરૂરત કરતા વધારે મીઠાંનો ઉપયોગ થાય છે. જેની પર નિયંત્રણ કરવું જરૂરી છે.

નહીં તો ભવિષ્યમાં ગંભીર બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. મીઠાંમાં સોડિયમ ક્લોરાઇડ હોય છે. જે ભોજન સાથે જ શરીરની અંદર પહોંચી જાય છે. તમને જણાવી દઇએ કે સોડિયમ શરીરમાં પાણીની માત્રાને નિયંત્રિત કરવાનું કામ કરે છે. સાથે મગજને એક્ટિવ રાખે છે. તેથી જો વધારે પડતું મીંઠુ ભોજનમાં લેવામાં આવે અને  સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ વધી જાય તો તે મગજને નુકશાન કરે છે.

શરીર અને મગજ માટે આટલું મહત્વનું હોવા છતાં વધારે પડતા મીઠાંના સેવનથી તમારી તબિયત બગડી શકે છે. લોકોને મીઠાંનો સ્વાદ પસંદ આવતો હોવાને કારણે તેઓ વધારે માત્રામાં તેને ખાય છે. જેની શરીર પર નકારાત્મક અસરો પડે છે. મીઠાંનું વધારે પડતું સેવન હાળકાં નબળા કરી નાંખે છે. વધારે પડતા મીઠાંના સેવનથી કેન્સરનું જોખમ પણ થઇ શકે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.