Abtak Media Google News

ઉના પાસેના, મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં, એસજીવીપી ગુરુકુલની નુતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર વિદ્યાલય ખાતે, શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી ના શુભ આશિર્વાદ, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી  અને આચાર્ય શ્રી મહેશભાઇ જોશીના માર્ગદર્શન સાથે શાળાનો વાર્ષિક દિન – સપ્તરંગી રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફાટસર, ઈંટવાયા, દ્રોણ, ખિલાવડ,ગીરગઢડા, ઉના, ધોકડવા, રબારીકા વગેરે 40 ગામોમાથી 5000 ઉપરાંત હરિભક્તો –વાલીઑ ઉપસ્થિત રહ્યા હતા.

011 1કાર્યક્રમની શરુઆત પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી,  ભંડારી શ્રી હરિક્રષ્ણદાસજી સ્વામી,ગુરુ સ્વામી, શાસ્ત્રી શ્રી વેદાંતસ્વરૂપદાસજી સ્વામી,  કોઠારી શ્રી નરનારાયણદાસજી સ્વામી , શ્રી વિપુલભાઈ ગજેરા, અમેરિકા – સવાનાથી શ્રી રમેશભાઈ પટેલ તથા શ્રી સુર્યકાંતભાઈ પટેલે દીપ પ્રાગટ્યથી કરી હતી.

021દીપ પ્રાગટ્ય બાદ બાળકોએ અમી ભરેલી નજરું રાખો પ્રાર્થના ગીત,આનંદ રંગ છાયો સ્વાગત નૃત્ય,સુન મિતવા દેશ ભક્તિ ગીત, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ભક્તિ ગીત, ધન રે ગુરુકુલ ગુરુકુલ મહિમા ગીત, પ્રાદેશિક ભાંગડા નૃત્ય, આજ સુધારે  આવતીકાલ નાટક, જીયો રે બાહુબલી એક્શન સોંગ તેમજ કરાટે રજુ કરી વિદ્યાર્થીઓએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

031ત્યારબાદ બાલિકાઓએ નટરાજ સ્તુતિ રૂપ, સત સૃષ્ટિ તાંડવ નૃત્ય, બાલ વંદના ગીત તથા સોળ સંસ્કાર નૃત્ય નાટિકા તથા યોગા રજુ કર્યા ત્યારે પ્રેક્ષકોએ તાળીઓના ગળગળાટથી વધાવ્યા હતા.

041વિજેતા બાલિકાઓને સાંખ્યયોગી બહેનોના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષકો અને વર્ષ દરમિયાન વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી,પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથાભંડારી શ્રી હરિક્રષ્ણદાસજી સ્વામીના હસ્તે શુભ આશિર્વાદ સાથે ઈનામ વિતરણ કર્યું હતું. આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી  ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ  જણાવ્યુ હતું કે આ નાગેર ભૂમી સતીઓની, શુરવીરોની અને સંતોની ભૂમી છે જે ભૂમિને ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદદાસજી સ્વામી, શાસ્ત્રીજી મહારાજ તથા જોગી સ્વામીએ પાવન કરી છે.

051આપણાં આ બાળકો આવતીકાલની પેઢી છે. આ ગુરુકુલમાં દાખલ થનાર કેટલાય વિદ્યાર્થીઓએ તેમના વાલીઓને નિર્વ્યસની કર્યા છે. આ દ્રોણેશ્વર ગુરુકુલ થતાં નાગેર પંથકના જે કોઈ લોકો દીવ ફરવા જતાં તેને બદલે અહી હનુમાનજી મહારાજના દર્શને આવે છે. આ પ્રસંગે બાળકો દ્વારા તૈયાર કરેલ બાલ કલરવ મેગેઝિનનું ઓપનીંગ કરવામાં આવ્યું હતું.

અંતમાં આવા અદ્ભુત અને યાદગાર કાર્યક્રમને તૈયાર કરાવનાર આચાર્ય શ્રી મહેશભાઇ જોશી તથા શિક્ષક ભાઈ-બહેનોને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં આવનાર દરેક માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.