Abtak Media Google News

ભારતમાં અંગ્રેજો સામે આઝાદી માટેનું આંદોલન ખુબ જ વેગમાં હતું તે વખતે રાજકોટ રજવાડાના દિવાને ખુબ જ આકરા કરવેરા લોકો ઉ૫ર નાખ્યા હતા પ્રજા ખુબ જ ગરીબ હતી. આથી આગેવાનોએ ભરપુર કોશીષ કરી પણ એ વખતના રાજવી અને દિવાને એમાં કોઇ જ રાહત ન આપતાં અને વિરોધ કરનારા પ્રજાજનોને જેલ ભેગા કર્યા હતા. આખરે અહીંની પરિસ્થિતિનો અહેવાલ સરદાર વલ્લભભાઇએ ગાંધીજીને આપ્યો હતો. ગાંધી બાપુએ રાજકોટ આવીને રાજતંત્રના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી. તેમાં પણ બાપુએ નિષ્ફળતા મળતાં ૩જી માર્ચ ૧૯૩૯ ના રોજ રાષ્ટ્રીય શાળામાં ઉ૫વાસ જાહેર કર્યો હતો આ ઘટનાને બરાબર ૭૯ વર્ષ થયો.

રાજકોટમાં ગાંધીજી નાનાી ઉંમરે  આવેલા હતા.લગભગ વીસેક વર્ષની ઉંમરે વિલાયત ભણવા ગયા. એ એટલા સમય દરમ્યાન રાજકોટ રહેવાનું થયેલું એટલે આત્મીય સંબંધના દાવે લોકોની પારાવાર યાતના અને જવાબદાર રાજતંત્રના ત્રાસ સહન ન થતાં પાંચ દિવસ ઉ૫વાસ  ચાલુ કરેલ. દરમ્યાન ભારતના ગવર્નર અને અગ્રણીઓના આગ્રહથી પારણા કરવામાં આવેલા તે દિવસે એટલે કે ૩જી માર્ચના રોજ બાપુના પ્રાર્થના ખંડમાં સવારના ૮ થી સાંજના પ વાગ્યા સુધી પુષ્પાંજલી, શ્રઘ્ઘજલી રુબરુ આવીને આપી શકશે. સર્વેએ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

રાષ્ટ્રપિતા ગાંધીબાપુની દોઢસોની જન્મ શતાબ્દી ૨૦૧૯માં આવી રહી છે. આઝાદીના આંદોલનથી અત્યાર સુધીમાં સીતેર વર્ષનો સમયગાળો વીતી ગયો છે. આઝાદી પછીના સમયમાં બે પેઢી પૂરી થઇની ત્રીજી પેઢી ચાલી રહી છે. આઝાદી કાળના મૂલ્યો વિસારે પડી રહ્યા છે એ રીજે ઘણું બધુ બદલાઇ ગયું છે. આપની પેઢી પાસે આપણા ભવ્ય સંસ્કાર વારસો સ્વીકૃત ન પણ થયો કેટલાય અનામત સ્વાતંત્ર્ય વીસે બલિદાનની કોઇ વિગતો એમને પાસે આમ છતાં કોઇને કોઇ પ્રયત્ન થતા રહે તો વર્તમાન યુવા પેઢી નવનિર્માણના પંથે કાર્યરત બની શકે એ લક્ષ્યને ઘ્યાનમાં રાખીને પ્રયાસ કરવાની નેમ છે.

આઝાદીમાં ભાગ લઇ શકે એવા સત્યાગ્રહીઓ તૈયાર કરવા ગાંધીજીમાં ભાગ લઇ શકે એવા સત્યાગ્રહીઓ તૈયાર કરવા ગાંધીજીએ સને ૧૯૨૧માં રાષ્ટ્રીયશાળાની સ્થાપના કરી હતી. તેની શતાબ્દી નજીર આવી રહી છે. તે બાબતને ઘ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શાળાનું કરોડોના ખર્ચે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીયશાળા નવનિર્માણ પામી રહી છે. ત્યારે રાષ્ટ્રીય શાળાએ ખુબજ મહત્વાંકાંક્ષી પ્રકલ્પ હાથ ધર્યો છે.

Vlcsnap 2018 03 03 13H07M36S71પ્રકલ્પમાં એવા યુવકો-યુવતિઓને આમંત્રિત કરે છે જેમનામાં રાષ્ટ્રપ્રેમ, ભારતના ઉજળા ભાવીની ચિંતા હોય સાથે સાથે સત્ય, અહિંસા અને વાંચનપ્રિય એવા જ કોચ, આ પ્રકલ્પમાં જોડાવા ઇચ્છતા હોય તેઓ પોતાની સંપૂર્ણ વિગતો સાથે માનદમંત્રી રાષ્ટ્રીયશાળા રાજકોટને પત્રથી જાણ કરવા નિવેદન છે. સુચિત કાર્યક્રમ ઐતિહાસિક એવા મંગળ પ્રકલ્પના પ્રારંભનો છે યુવકો તેમાં વિનામૂલ્યે જોડાઇ શકશે. તો મોડામાં મોડું ર૦ માર્ચ સુધીમાં પત્ર પહોચાડવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.