Abtak Media Google News

બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા પણ કાર્યક્રમ યોજાશે

ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વીજ પટેલની અધ્યક્ષતામાં “શ્રી કમલમ્ ખાતે યુવા મોરચાના પ્રદેશ પદાધિકારીઓની બેઠક યોજાઇ. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા ઉપસ્તિ રહ્યા હતા.

બેઠકમાં તાજેતરમાં જ રાજ્યમાં યોજાયેલી જીલ્લા પંચાયત તા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભવ્ય રીતે વિજય મેળવનાર યુવા મોરચાના સૌ કાર્યકરોનું પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ તા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઋત્વીજભાઇ પટેલ દ્વારા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતું.

બેઠકની શરૂઆતમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ જણાવ્યું હતુ કે, વ્યક્તિનો વ્યવહાર એ જ  કાર્યકર્તાનો પરીચય છે તા રાજનીતિમાં પુરુર્ષા કરવો જરૂરી બની રહે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, રાજનીતિને કરીયર તરીકે ન જોતા મીશન તરીકે જોવું જોઇએ. કોંગ્રેસે સમાજમાં ફેલાવેલા જાતિવાદ તા ભાષાવાદના ઝેરને દુર કરી રાષ્ટ્રના વિકાસ માટે રાષ્ટ્રવાદને પૂર્ણપણે અપનાવવો જ રહ્યો. પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે પોતાના વક્તવ્યમાં નાગપુર ખાતે મળી રહેલ અખિલ ભારતીય પ્રતિનિધિ સભા વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી અને સો સો ગત વર્ષની કામગીરી વિશે યુવા મોરચાના કાર્યકર્તાઓને અવગત કર્યા હતા.

પ્રદેશ અધ્યક્ષ ડો. ઋત્વીજ પટેલે જણાવ્યું હતુ કે, દરેક કાર્યકર્તાઓએ પોતાને સોંપેલી કામગીરી પૂરી નિષ્ઠા તા જવાબદારીપૂર્વક નિભાવી જોઇએ.  પ્રદેશ અધ્યક્ષ ડો. ઋત્વીજ પટેલે બેઠકના અંતમાં સૌ પ્રથમ વિજેતા યેલ સૌ આગેવાનોને અભિનંદન આપ્યા હતા, ત્યારબાદ ગત મહિનાના કાર્યક્રમોનું આંકલન કર્યા બાદ આગામી કાર્યક્રમોના આયોજનની માહિતી આપી હતી.

આગામી કાર્યક્રમો:

– પ્રદેશ યુવા મોરચા દ્વારા મંડલસ: ૧૨ માર્ચી શરૂથનાર બોર્ડની પરીક્ષાના ધોરણ-૧૦ તા ૧૨ના વિર્દ્યાીઓને  પુષ્પગુચ્છ તથા મોં મીઠું કરાવી શુભેચ્છા આપવાના કાર્યક્રમો યોજાશે.

– ૨૩મી માર્ચ શહીદ દિન નિમિતે તમામ જીલ્લાસ: શહીદોના પુજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન કરવામાં આવશે. જેમાં નિવૃત્ત સેના અધિકારીઓ, શહીદોના પરીવારો તા વિશેષ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.