Abtak Media Google News

સુજલામ સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતિની રચના કરાઈ

ગીર-સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે પ્રભારી સચિવ સંજય નંદનના અધ્યક્ષસ્થાને સુજલામ-સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતિની બેઠક મળી હતી. જેમાં ગીર-સોમનાથ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર અજયપ્રકાશ રહેશે.

Img 20180423 Wa0005રાજયભરમાં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. સંબંધિત વિભાગો દ્વારા જળ સંચયનાં વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. જે પૈકી તળાવો ઉંડા ઉતારવા અંગે ખુબ મોટા પાયે કામગીરી હાથ ધરવા જળ સંચયનો વ્યાપ વધે તેવા કામો ચોમાસા પહેલા લોક ભાગીદારીથી હાથ ધરવા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ બેઠકમાં કલેકટર અજયપ્રકાશ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.કે.મોદી, અધિક કલેકટર એચ.આર.મોદી, પ્રાંત અધિકારી રાઠોડ, નાયબ વન સંરક્ષક ડી.બી.વાઘેલા, બોર્ડના કાર્યપાલક ઈજનેર એસ.એમ.શાહુ, સિંચાઈ વિભાગના પી.જી.વ્યાસ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Img 20180423 Wa0006

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.