લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું ‘તું

ભગવતીપરામાં રહેતો મુસ્તાક ઉર્ફે મુશો ઉર્ફે હબીબ ઠેબાને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફે સગીરાને ગર્ભવતીના ગુન્હાઓ સબબ થયેલ ફરિયાદ સંદર્ભે ધરપકડ કરવામાં આવેલી હતી. જે સામે જામીન ઉપર મુકત થવા સેશન્સ કોર્ટ રાજકોટ સમક્ષ જામીન અરજી દાખલ કરેલી હતી. સરકારપક્ષે સરકારી વકીલ દ્વારા એવી રજુઆત કરેલી કે, આરોપી પ્રથમ દર્શનીય કેસ છે અને આરોપીએ ભોગ બનનાર સાથે સગીર વયની હોવાનું જાણતા હતા હોવા છતાં તેણીની સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી ગુન્હો આચરેલો છે. ભોગ બનનારની બનાવ સમયેની ઉંમર ૧૬ વર્ષ કરતા ઓછી હોવાનું સ્પષ્ટ થઈ આવે છે તેણીની સહમતી કે અસમંતીનો કોઈ પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ બીજા અધિક્ષક સેશન્સ જજ દ્વારા સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલો માન્ય રાખી આરોપીની તરફેણમાં વિવેકબુદ્ધિની સતાનો ઉપયોગ ન્યાય ઉચિત જણાતું નથી સબબ અરજદાર આરોપીની જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કરેલો છે. આ કામમાં સરકાર તરફે એપીપી અનિલ એસ.ગોગિયા રોકાયેલા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.