Abtak Media Google News

ગુજરાત અને દેશભરમાં મોંઘવારીના માર નીચે ગરીબ અને સામાન્ય પ્રજા પીસાઈ રહી છે રોજનું કમાઈને રોજનું ખાતા શ્રમિક પરિવારોને બે ટંકના રોટલા મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે. ‘બહુત હુઈ પેટ્રોલ-ડિઝલ કી માર, અબ કી બાર મોદી સરકાર’ મોદીજી આપણા આ સુત્રને લોકોએ અપનાવી ખોબલે ખોબલે મત આપ્યા હતા. પ્રજાજનો ઉપર લાદવામાં આવેલો કમરતોડ ભાવ વધારો પાછો ખેંચી ગરીબ પરીવારોને બરબાદ થતા બચાવવામાં આવે તે માટે કોંગ્રેસના ગોપાલ અનડકટ, ઈન્દુભા રાઓલ અને રણજીત મુંધવાએ અવાજ ઉઠાવ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કમરતોડ ભાવવધારો જીકી દેવામાં આવ્યો છે. ઈંધણના ભાવમાં વધારો થતાની સાથે જ બહારના રાજયોમાંથી આવતી જીવન જ‚રીયાતની ચીજવસ્તુઓ, કરીયાણું, શાકભાજી સહિતની તમામ ચીજ વસ્તુઓમાં વધારો થતા સામાન્ય પરીવારોને જીવન નિર્વાહ ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.