Abtak Media Google News

વર્ષ ૨૦૧૦-૧૪ની સરખામણીએ વર્ષ ૨૦૧૪-૧૮નું વિદેશી મૂડીરોકાણ ૪૩% વધ્યું: વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ

મોદીરાજમાં ૧૪ લાખ કરોડનું વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. સોમવારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં ભારતે ૧૪ લાખ કરોડનું વિદેશી મૂડીરોકાણ મેળવ્યું છે. વિદેશ મંત્રાલયે હાંસલ કરેલી સિદ્ધિઓને વર્ણવતા એક પ્રેસ કોન્ફરન્સમાં સુષ્મા સ્વરાજે આ વાત કહી હતી.

તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં વિકાસ માટે અને વિદેશ મંત્રાલયના તમામ કાર્યો માટે અર્થશાસ્ત્રીય લોકશાહીએ એક મહત્વનો ફાળો ભજવ્યો છે. મે ૨૦૧૪થી ફેબ્રુઆરી ૨૦૧૮માં ભારતમાં ૧૪ લાખ કરોડ ‚રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ થયું છે. જે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ની સરખામણીએ ૪૩ ટકા વધારે છે. સુષ્મા સ્વરાજે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ સરકારી યોજનાને લાગુ કરવામાં વિદેશ મંત્રાલયનો મહત્વનો ફાળો છે.

સરકારે વિવિધ દેશોમાં ઘણા લોકોને સજાથી બચાવ્યા છે અને મુસીબતવાળા વિસ્તારોમાંથી હજારો લોકોને ખસેડયા છે. વિદેશ મંત્રાલયની મદદથી વિદેશમાં ઘણા ભારતીયોને રાહતો મળી છે. તેમણે અંતમાં ઉમેર્યું કે, વિદેશ મંત્રાલયને તેઓ લોકોને કેન્દ્રમાં રાખી ચલાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.