Abtak Media Google News

અંગ્રેજીમાં પ૦ માંથી ૬૮ જયારે ફીઝીકસમાં ૩૫ માંથી ૩૮ માર્કસ આખી દીધાનો છબરડો: રોષે ભરાયેલા વિઘાર્થીઓની મદદ કરવાને બદલે પોલીસે લાઠી ચાર્જ કર્યો: ધો.૧રના પેપર ચેકીંગમાં શિક્ષકોની બેદરકારીને પગલે મેઇન્સની પરીક્ષામાં વિઘાર્થીઓ ફેઇલ

ગુજરાત શિક્ષપ બોર્ડના ધો.૧૦ અને ધો.૧ર ની પરીક્ષાઓના માર્કસની ગણતરીમાં શિક્ષકોનો મોટો છબરડો ખુલ્યો હતો.  માર્કસ ગણવામાં પેપર ચેકર્સોની ભુલ સામે આવી હતી તો હવે બિહારમાં પણ આ જ પ્રકારે શિક્ષકોની બેદરકારી ખુલ્લી છે ધો.૧ર ની બોર્ડની પરીક્ષામાં વિઘાર્થીઓને કુલ માર્કસથી પણ વધુ માર્કસ આપી દીધા હોવાનું સામે સાઘ્યું છે.

Advertisement

જણાવી દઇએ કે, બિહારમાં ગયા અઠવાડીયે ધોરણ ૧ર ના પરિણામો જાહેર થયા હતા ઘણાં વિઘાર્થીઓનું કહેવું છે કે તેઓને કુલ ગુણ કરતાં વધુ માર્કસ આપી દેવાયા છે. એક વિઘાર્થીએ જણાવ્યું કે તેને અંગ્રેજીમાં ૫૦ માંથી ૬૮ માર્કસ અપાયા છે. જયારે બીજા એક વિઘાર્થીએ કહ્યું કે તેને ફીઝીકસમાં કુલ ૩પ માર્કસમાંથી ૩૮ માર્કસ અપાયા છે.

આથી ઘણાં વિઘાર્થીઓએ  મેઇન્સ પરીક્ષા પાસ કરી છે પરંતુ તેઓને નપાસ કરાયા છે.

શિક્ષકોની આ પ્રકારે બેદરકારીથી વિઘાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. પટનામાં શિક્ષણ બોર્ડની ઓફીસ બહાર વિઘાર્થીઓ વિરોધ કરી રહ્યા છે બનાવ વધુ ઉગ્ર બનતા પોલીસે વિઘાર્થીઓ પર લાઠી ચાર્જ પણ કર્યો છે.

વિઘાર્થીઓએ માંગ કરી છે કે બોર્ડ તેમના પેપર ફરીથી ચેક કરે અથવા પરીક્ષા જ ફરીથી લેવામાં આવે. જગત નારાયણ સ્કુલના એક વિઘાર્થીએ જણાવ્યું કે, ધો.૧રના પરિણામોને પગલે જી-મેઇન્સમાં હું નપાસ થયો છું. જી મેઇન્સમાં મે ૨૪૮ માર્કસ મેળવ્યા છે. તેમ છતાં મને કેમીસ્ટ્રીમાં બે જ માર્કસ અપાયા છે. મારી કોલેજ અને આગળનું ભવિષ્ય ધો.૧ર ના પરિણામ પર છે પરંતુ બોર્ડ આ વિશે ઢીલાસ કરી રહ્યું છે. અમારી મદદ કરવાને બદલે પોલીસે અમારા પર લાઠી ચાર્જ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.