Abtak Media Google News
  • રાજકોટમાં 17 વર્ષની મનોદિવ્યાંગ કિશોરી પર બળાત્કાર ગુજારનાર નરાધમની ધરપકડ
  • નદીમાં ન્હાવા ગઈ ત્યારે પરિચિત શખ્સે બનાવી હવસનો શિકાર : ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં બળાત્કારની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.જેમાં 17 વર્ષની મનોદિવ્યાંગ કિશોરી નદી પર નાહવા ગઈ હતી ત્યારે તેના જ ગામના પરિચિત શખ્સે તેના પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી.જે મામલે પોલીસે એક શખ્સ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Advertisement

17 વર્ષની કિશોરીને માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ત્રણ સંતાન છે. સૌથી મોટી દીકરી 17 વર્ષની છે. નાનપણમાં મોટી પુત્રીને આંચકી આવ્યા બાદ તેની સમજશક્તિ સાવ ઓછી હોવાને કારણે મનોદિવ્યાંગ છે. અને તે ધો.7માં અભ્યાસ કરે છે. પોતે પતિ સાથે મજૂરીકામે સવારે નીકળી ગયા બાદ સાંજે પરત ઘરે આવે છે. આ સમયે સંતાનો ઘરે એકલા રહે છે.દરમિયાન મોટી પુત્રી છેલ્લા પંદર દિવસથી બીમાર પડી હોય તબીબ પાસેથી દવા લીધી હતી. તેમ છતાં પુત્રીને તાવ ઉતર્યો ન હતો. ત્યારે તા.3-11ની સાંજે ભત્રીજો પુત્રીના ખબર અંતર પૂછવા આવ્યો હોય તેને પુત્રીને તબિયત સુધરતી ન હોવાની વાત કરી હતી. જેથી ભત્રીજાએ સારા ડોક્ટરને બતાવવા જવાનું કહીને પેડક રોડ પર તબીબ પાસે લઇ ગયો હતો.

જ્યાં ડોક્ટરે સોનોગ્રાફી સહિતનું પરીક્ષણ કર્યા બાદ તેનો રિપોર્ટ આપી તમારી દીકરીના પેટમાં સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાની વાત કરી હતી. પુત્રીની સમજ શક્તિ અન્ય બાળકો કરતા સાવ ઓછી હોય અને તબિયત પણ સારી ન હોય તેની પૂછપરછ કરી ન હતી. બાદમાં બીજા દિવસે સવારે પુત્રીને ફોસલાવી પૂછપરછ કરતા તેને જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા તે ગામની નદીએ નહાવા ગઇ હતી.ત્યારે ગામના સનાએ પોતાની સાથે બેથી વધુ વખત ખરાબ કામ કર્યું હતું. મનોદિવ્યાંગ પુત્રીની આવી વાત સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પુત્રી સાથે દુષ્કૃત્ય આચરનાર સનો ગામમાં જ રહેતો હતો જેથી પરિવારે ખાનગી રાહે બનાવની ખરાઇ કરી હતી. જેમાં સનાએ જ પુત્રી સાથે દુષ્કૃત્ય આચર્યાનું જાણવા મળ્યું હતું. ખબર પડ્યા બાદ સમાજમાં બદનામી ન થાય તે માટે ત્યારે ફરિયાદ કરી ન હતી. બાદમાં પતિએ ફરિયાદ કરવાની વાત કરતા અંતે ગાંધીગ્રામ પોલીસમાં ગામના જ અજય ઉર્ફે સનો મેરામ ધોળકિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.