Abtak Media Google News

રાજકોટ શહેરના પંચાયતનગર ચોકમાં મયુર ભજીયાની સામે બેસ્ટ લોન્ડ્રી નામની દુકાનદાર 58 વર્ષના વિકૃત શખ્સે એપાર્ટમેન્ટના નેપાળી ચોકીદારની ચાર વર્ષની બાળકી બિભત્સ અડપલા કરી હેવાનિયતની હદ વળોટયાની શરમ જનક ઘટના પ્રકાશમાં આવતા પૌત્રીની ઉમરની ફુલ જેવી બાળક સાથે કૃચેષ્ટા કરનાર ઢગાને કઢંગી હાલતમાં બાળકીના પરિવારે ઝડપી પોલીસ હવાલે કરતા યુનિર્વસિટી પોલીસે આકરી પૂછપરછ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

Advertisement

પંચાયતનગર ચોકમાં બેસ્ટ લોન્ડ્રીની દુકાનમાં દુષ્કર્મના પ્રયાસ કરનાર વિકૃત શખ્સની પોલીસે શાન ઠેકાણે લાવી દીધી

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પંચાયત ચોકમાં એપાર્ટમેન્ટના સેલરમાં રહેતા નેપાળી ચોકીદારની 3 વર્ષ અને 11 માસની પુત્રીને બાજુમાં બેસ્ટ લોન્ડ્રી નામની ધોબી કામની દુકાન ધરાવતા ભીખા છગન વાજા નામના 58 ધોબી શખ્સે જાતિય સતામણી કર્યાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસઆઇ વી.એન.બોદર અને રાઇટર મેહુલસિંહ સહિતના સ્ટાફે ભીખા વાજાની ધરપકડ કરી આકરી પૂછપરછ કરી છે.

ચાર વર્ષની બાળકી ગત મોડી સાંજે પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે બેસ્ટ લોન્ડ્રીવાળા ભીખા વાજાઐ પોતાની દુકાનમાં ચોકલેટ આપવાના બહાને બોલાવી હતી. નિર્દોષ ભાવે ચોકલેટની લાલચે દુકાનમાં ગયેલી માસુમ બાળક સાથે બિભસ્ત અડપલા કરી રહ્યો હતો તે દરમિયાન બાળકીને શોધવા માટે તેણીની માતા બેસ્ટ લોન્ડ્રી તરફ ગઇ ત્યારે ભીખા વાજાની દુકાનમાં બાળકી રડતી હતી અને ભીખા વાજા કઢંગી હાલતમાં જોઇ બાળકીની માતા પરિસ્થિતી પામી સમગ્ર ઘટનાની બાળકી પાસેથી વિગતો મેળવી ત્યારે બાળકીએ પોતાની સાથે કરેલી કુચેષ્ટા જણાવતા તેણીની માતા ચોકી ઉઠી હતી. આજુ બાજુના રહીશોની મદદથી ભીખા વાજાને પકડી યુનિર્વસિટી પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો ત્યારે પોલીસે વિકૃત માનસ ધરાવતા ભીખા વાજાની શાન ઠેકાણે લાવી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.