Abtak Media Google News

૧૦ સ્થેળેથી ખજૂર-દાળીયાના નમૂના લેવાયા: ૨૫૫ કિલો બિનઆરોગ્યપ્રદ ખજૂરનો નાશ

તહેવારમાં ખજૂર-દાળીયાનો વપરાશ વધુ પ્રમાણમાં તો હોય છે. આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખજૂર અને દાળીયાના વેપારીઓને ત્યાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. ૧૦ જગ્યાએી નમૂના લેવામાં આવ્યા હતા. કુવાડવા રોડ પર કમલેશ ટ્રેડર્સમાં સીડલેસ ખજૂરનું ઉત્પાદન કેન્દ્ર તાત્કાલીક અસરી બંધ કરાવી ૨૫૫ કિલો જેટલો બિન આરોગ્યપ્રદ ખજૂરનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ રામાપીર ચોકડીએ કોઠારીયા જનરલ સ્ટોરમાંી સરસ પ્રિમીયમ ખજૂર, રૈયા રોડ પર ગાંધીગ્રામમાં રવિ રેસીડેન્સીમાં જય જલારામ ગૃહ ઉદ્યોગમાંી હળદરવાળા દાળીયા, મોરબી રોડ પર લાતી પ્લોટમાં મોન્ટુ ટ્રેડર્સમાં કમલ સુપર દાળીયા, માર્કેટીંગ યાર્ડમાં ખેડૂત એન્ટરપ્રાઈઝમાંી ૯૯૯ સીડલેસ ખજૂર, સંતકબીર રોડ પર વિજય સીંગ સેન્ટરમાંથી મસાલા દાળીયા, ધર્મેન્દ્ર રોડ પર ઠોસા ગલીમાં નેસર્સ રસીકલાલ તન્નામાંથી ઝાયદી ખજૂર, ભાવનગર રોડ પર ભોલા સીંગ એન્ડ દાળીયામાંથી ભોલા બ્રાન્ડ સેકેલા દાળીયા, ઘી કાંટા રોડ પર મગનલાલ એન્ડ કંપનીમાંથી લૂઝ ખજૂર, કુવાડવા રોડ પર કમલેશ ટ્રેડર્સમાંથી લૂઝ ખજૂર, ૧૨ લાતી પ્લાટમાં ૬૦ સોના સીંગમાંી હળદળવાળી દાળીયા લઈ પરીક્ષણ ર્એ મોકલવામાં આવ્યા હતા.

કુવાડવા રોડ પર કમલેશ ટ્રેડીંગના ગોડાઉનમાં સીડલેસ ખજૂર પૈકિંગ કરવાનું યુનિટ ચાલે છે. સ્ળ પર તપાસ કરતા બિનહારોગ્યપ્રદા રૂમમાં જમીન પર સીડલેસ ખજૂરનો સંગ્રહ કરી પેકિંગ કરવામાં આવતું હોવાનું માલુમ પડતા તાત્કાલીક અસરી ઉત્પાદન કેન્દ્ર બંધ કરી ૨૫૫ કિલો ખજૂરનો નાશ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.