Abtak Media Google News

મોતનું કારણ જાણવા પી.એમ. અર્થે  મૃતદેહને ખસેડયો

ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામ ની સિમ વિસ્તાર માં આવેલ ખેતર માં આવેલ કુવામાંથી કોહવાઈ ગયેલ હાલત માં અજાણ્યા વ્યક્તિ નો મૃતદેહ મળી આવ્યો ગોંડલ ફાયર ના તરવૈયા ઘટના સ્થળે પોહચ્યા હતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ ને પી.એમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તાલુકા પોલીસ ના અજઈં ભગીરથસિંહ જાડેજાએ વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગોંડલ તાલુકાના રિબડા રેલ્વેસ્ટેશન ના પાટા પાસે સાયનેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ની બાજુમાં આવેલ હિતેશભાઈ ઠુંમર ના ખેતર માં આવેલ કુવામાંથી અજાણ્યા વ્યક્તિ ની લાશ મળી આવ્યા ની જાણ ગોંડલ તાલુકા પોલીસ ને થતા સ્ટાફ ઘટના સ્થળે પોહચ્યો હતો ત્યાર બાદ ગોંડલ ફાયર ટીમ સ્થળ પર પોહચી ને કુવામાંથી મૃતદેહ ને બહાર કાઢી પી.એમ અર્થે શિવમ સાર્વજનિક ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ ફોરેન્સિક પી.એમ. અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

કુવામાં પાણી જોવા ગયેલા વાડી માલિકને મૃતદેહ તરતો હતો

હિતેશભાઈ ઠૂંમર પોતાના ખેતર માં 2 કુવા આવેલા છે જેમાં એક કુવામાં પાણી ભરેલું ના હતું પણ ગુંદાસરા ગામ માં વરસાદ ના કારણે વાડી માલિક બીજો કુવા માં પાણી આવ્યું છે કે નહીં જોવા જતા કૂવામાં મૃતદેહ તરતો હોવાનું નજરે ચડતા ગોંડલ તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચ્યો હતો.

ફાયરે મૃતદેહને બહાર કાઢ્યો

45 ફૂટ ઊંડા કુવામાં આશરે 20 ફૂટ જેટલું પાણી ભરેલ હતું જેમાં ગોંડલ ફાયર સ્ટાફે આશરે 30 મિનિટ માં ગોંડલ ફાયર ઓફિસર સંજય વસાણી, કિશોરભાઈ ગોહેલ, યસપાલસિંહ, જયરાજસિંહ, દિવ્યરાજસિંહ, હાર્દિક અને અશ્વિન સહિતના તરવૈયાએ મૃતદેહ ને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.