Abtak Media Google News

પ્રાંત અધિકારીએ ડિવાઈસ કબ્જે કર્યું

ગોંડલ શહેર થી 20 કિલોમીટર દૂર આવેલ કમઢીયા ગામે ખેતરમાંથી બલુન અને પેરાશુટ ની દોરી સાથેનું વિચિત્ર ડિવાઇસ મળી આવતા સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું ડિવાઇસમાં વપરાયેલ સાધનસામગ્રી મેઈડ ઇન જર્મની ના હોય તંત્ર દ્વારા તપાસ હાથ ધરાય છે.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરમાં વૈદ્યનું કામ કરતા અને કમઢીયા ગામે ખેતી ધરાવતા આશિષભાઈ રાવલના ખેતરમાં એક વિચિત્ર પ્રકારના ડિવાઇસ તૂટેલી હાલતમાં મળી આવતા તેઓ દ્વારા ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ને જાણ કરાતા, મામલતદાર, નાયબ મામલતદાર મનીષભાઈ જોષી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિચિત્ર પ્રકારના ડિવાઇસને કબજે લઇ તપાસ હાથ ધરી હતી.

પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ પ્રથમ દ્રષ્ટિએ આ ડિવાઇસ વાતાવરણ ની પ્રક્રિયા જાણવા માટે બનાવાયું હોય તેવું લાગી રહ્યું છે ડિવાઇસ ની અંદર એલ્યુમિનિયમ પ્લેટ એન્ટેના થરમોકોલ તેમજ પંખા ની અંદર વપરાતા કેપેસીટર જેવા સાધનો સાથે સાડા ત્રણ ફૂટ ના ફૂટેલા બલુન પણ મળી આવ્યા છે અને કેટલાક સાધનો ઉપર મેડઈન જર્મન લખેલું હોય આ દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.