Abtak Media Google News

ડર એવી વસ્તુ છે જે માનવી માંથી જો નીકળી જાય તો પછી તેને કોઈ રોકીના શકે. આ વસ્તુની અસર સારી રીતે થાય અને ખરાબ રીતે પણ જોવા મળે. જયારે કોઈ સારા માણસનો ડર ખતમ થઈ જાય તો તેની પ્રગતિ થઈ અને જયારે ખબર કે ખોટું કામ કરવા વારાનો ડર ખતમ થઈ એટલેએ તેને કોઈની બીક રહેતી નથી. આવો જ એક ગોંડલમાં ચોરીનો વિડીયો સામે આવ્યો છે. જેમાં ચોર કોઈનો પણ ડર રાખ્યા વગર બિન્દાસ ચોરી કરે છે.

ગોંડલમાંથી હમણાં એક ચોરીનો વીડિયો સામે આવ્યો છે. જે જોતા એવું જ લઈ કે ચોરને કોઈનો ડર જ નથી. ગોંડલ જામવાડી GIDCમાં આવેલી તુલસી ઇન્ડરસ્ટ્રીઝ-1 માં એક ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ખોડલ ઓઈલ મિલ અને શ્યામ જ્યૂટ બારદાનના ગોડાઉનમાં ચોરોએ હાથ ફેરો કર્યો છે.

ચોરને પકડવા CCTV ફૂટેજ જોવામાં આવ્યા તો તેમાં બે અજાણ્યા શખ્સો કોઈ નો ડર રાખ્યા વગર બિન્દાસ ચોરી કરી રહ્યા છે.આ ચોરીની ઘટનાને લઈ ગોંડલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પોહચી તુરંત તાપસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.