Abtak Media Google News

પુલ તુટી પડવા અંગે ઢાક પીછોડો કરવા યુધ્ધના ધોરણે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી  હતી કામગીરી અંગે અગાઉ કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. પુલ ધરાશાહી થવાના કારણે વાહનોની લાંબી લાઈન લાગી હતી ભારે વાહનો સહિત એસ.ટી બસો ચાવંડથી અમરેલી ચલાવી અનેક વાહનો ગ્રામ્ય માંથી  ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

બાબરા અમરેલી નેશનલ ક્ક્ષાનો હાઇવે રોડ આજે એકાએક તંત્ર દવારા ડાયવર્ટ કરીબાબરા થી ભારે વાહનો અને એસ.ટી બસો વાયા ચાવંડથી અમરેલી તરફ ચલાવવાની તાત્કાલિક અસર થી વ્યવસ્થા હાથ ધરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા જોકે હાઇવે રોડ ડાયવર્ટ કરવા અંગે આગોતરી કોઈ જાણ જાહેરાત નહિ થવાથી તંત્ર દ્વારા હાલની થતી કામગીરી શંકાસ્પદ જણાઈ આવી રહ્યા નું અભ્યાસુ વર્ગ માની રહી છે

મળતી વિગત મુજબ આજે સવારે લુણકી ગામ નજીકનો વર્ષો જુનો પુલ તુટી પડતા ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી . માહિતી મળતા  અધિકારી વર્તુળ દોડી આવ્યું હતું અને લાંબા સમયથી પુલમાં ગાબડું હોવાનો સુર ઉઠ્યો હતો

હાલ તંત્ર દ્વારા વાહનવ્યવહાર પૂર્વવર્ત  કરવા માટે ડાઈવર્ઝન બનાવવા કામગીરી આગળ વધારી હતી અને મોટા ભાગના વાહનો અન્ય રૂટ ઉપર થી ચલાવવા બાબરા અમરેલી ભાવનગર રોડ ચોકડી ઉપર પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ કામે લાગ્યું હતું

ગ્રામજનો માંથી મળતી વિગત મુજબ વર્ષો જુનો પુલ છેલ્લા ત્રણ ત્રણ વખત રીપેરીંગ કરી અને કામગીરી ગબડાવવામાં આવતી હતી અને છેલ્લા ચાર માસથી પુલમાં ગાબડું પડ્યું હોવા છતાં તંત્ર દ્વારા અણદેખી કરવા આવતી હતી આજે સવારે મોટા ભારે  વાહનો પસાર થયા બાદ એકા એક ગાબડા સહિતનો પુલ તૂટી પડતા તંત્રમાં જાણ કરવામાં આવી હતી

Screenshot 11 7

રોડ વિભાગ તંત્ર દ્વારા સ્થળ વિઝીટ કરી ચાલતી પકડી હતી અને ખાનગી કોન્ટ્રાકટર દ્વારા હાલ પુલ રીપેર કામગીરી હાથ ધરવામાં આવી છે

અત્રે ઉલેખનીય છે કે લુણકી ગામ નજીક અન્ય પુલ ચારેક વરસ પહેલાં આવી જ રીતે તુટી પડેલો અને પેસેન્જર ભરેલી મીની બસ પુલમાં ફસાઈ પડેલી જેમાં બે લોકોના મોત અને અનેકને ઇજા થયેલી હતી

રાજકીય વર્તુળ દ્વારા આ અંગે તંત્રમાં પુછપરછ કરવામાં આવતા બિસ્માર બનેલા પુલનું રીપેરીંગ અને પુલ નીચે પાઇપ ફિટિંગ કામ ચાલતું હોવાનું જણાવ્યું હતું

Screenshot 13 5

નેશનલ હાઉવે ગણાતા અમરેલી રાજકોટ રોડ ઉપર પુલના કામ મુદ્દે અગાઉથી કોઈ જાહેરાત અને વાહનો ડાયવર્ટ કરવા કોઈ જાહેરાતો કરવામાં આવી નહોતી અને જેના કારણે તંત્ર દ્વારા પુલ તૂટી પડવા અંગે ઢાક પીછોડા  કરવામાં આવતો હોવાનું વ્યાપક પણે ચર્ચાનો વિષય બન્યો છે

હાલ પુલ નજીક ડાયવર્જન બનાવવા કામગીરી શરૂ કરાવી છે અને ત્રણ ચાર દિવસ બાદ પુલ પૂર્વવર્ત થવા અનુમાન થયું છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.