Abtak Media Google News

ઘર સામે જોવા બાબતે યુવકે ઠપકો દેતા ચાર શખ્સો છરી અને ધોકા-પાઇપ વડે તૂટી પાડયા : હત્યાની કોશિશનો નોંધાતો ગુનો

બગસરામાં હામાપુર ગામ ખાતે રહેતા વિકલાંગ યુવાન પર પાદરગઢના બે શખ્સોએ ઘર સામે જોવાની નજીવી બાબતે બોલાચાલી કરી વિકલાંગ યુવાનને છરી અને ધોકા પાઇપ વડે માર મારી જીવલેણ હુમલો કરતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે મામલે પોલીસે પાદરગઢના બે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ બગસરા ના હામાપુર ખાતે રહેતા ભરતભાઈ મધુભાઈ મયાત્રાએ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં પાદરગઢ ગામે રહેતા જનક વાળા, લગધીર વાળા અને બે અજાણ્યા શખ્સોના નામ આપ્યું જેમાં તેને જણાવ્યું હતું કે, તેના ઘર પાસેથી જનક વાળા મોટરસાયકલ લઈને નીકળતો હતો ત્યારે ફરિયાદીએ તેને ઘર સામે જવાબ બાબતે ઠપકો આપતા સાંજના સમયે જનક વાળા તેની સાથેના લગધીર વાળા અને બે શખ્સો ફોરવીલ માં ઘસી આવ્યા હતા અને વિકલાંગ યુવક સાથે બોલાચાલી કરી તેના પર છરી અને ધોકા પડે હુમલો કરી માર માર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસે યુવકની ફરિયાદ પરથી બંને શખ્સો સહિત ચાર લોકો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.