Abtak Media Google News
  • અથડામણમાં એક વ્યક્તિનું મોત : 30ના ટોળાં વિરુદ્ધ ગુન્હો દાખલ

સાબરકાંઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણ થઇ હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, પ્રાંતિજના ખોડિયાર કુવા અને માઢ વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. સ્ટ્રીટ લાઈટો બંધ કરી બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણમાં રાજુ રાઠોડ નામના વ્યક્તિનું મોત થયું હતુ. ઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે 17ના નામજોગ સહિત 30 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

મળતી માહિતી અનુસાર, રૂપિયાની લેતીદેતીમાં બે જૂથ વચ્ચે અથડામણ થયાની આશંકા છે. બોલાચાલી બાદ ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હતું. લોખંડની પાઈપથી હુમલો થતા રાજુ રાઠોડનું મોત થયું હતું. રાજુભાઈ કાંતિભાઇ રાઠોડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 17 સહીત 30 ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

આરોપ છે કે સ્ટ્રિટ લાઈટો બંધ કરી હુમલો કરાયો હતો. આ અથડામણમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. બનાવની જાણ થતા વિશ્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા સહિત બજરંગ દળના કાર્યકર્તાઓ પણ પ્રાંતિજ ખાતે દોડી આવ્યા હતા. સાથે જ પોલીસનો મોટો કાફલો વિસ્તારમાં ખડકવામાં આવ્યો છે. પ્રાંતિજ પોલીસે આરોપીઓને ઝડપવાની કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરકાંઠાના પ્રાંતિજના ખોડિયાર કુવા અને માઢ વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીમાં બે જૂથો હથિયારો લઈને સામ સામે આવી ગયા હતા. સ્ટ્રીટ લાઈટો બંધ કરી બે જૂથોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું.

સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો હથિયારો લઈને સામ સામે આવી જતાં સ્થાનિક રાજુભાઈ કાંતિભાઈ રાઠોડ નામના યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત થયું હતું. જ્યારે બેથી વધુ યુવકોને ઈજાઓ પહોંચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.