Abtak Media Google News

મહેસાણા સમાચાર

મહેસાણા જિલ્લાના ઊંઝાના દાસજ રોડ ઉપરથી નકલી જીરું બનાવતી ફેકટરી ઝડપાઈ છે.  મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  ઊંઝાના દાસજ ગામ નજીક નકલી જીરું બનતું હતું.  મોટી માત્રામાં નકલી જીરુનો જથ્થો પકડાયો છે.

ફૂડ વિભાગે ઊંઝાના ગંગાપુરા રોડ પર એક નકલી શંકાસ્પદ જીરુનો  જથ્થો ઝડપી પાડ્યો છે. નકલી જીરુંના શંકાસ્પદ જથ્થાને ઝડપી લઈને આ અંગે તપાસની શરુઆત ફૂડ વિભાગે શરુ કરી છે. ફૂડ વિભાગનો દરોડો પડતા શેડમાં ચાલતી ફેક્ટરીના માલિકે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે, આ જીરુનો જથ્થો નથી.

જીરુંની જેમ જ દેખાઈ રહેલ જથ્થાને ફૂડ વિભાગે જપ્ત કરીને તેના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ જથ્થો બહાર વેચવામાં આવતો હતો અને કોને વેચવામાં આવતો હતો એ અંગે પણ તપાસ શરુ કરી છે.

નકલી જીરુના આ જથ્થાને લઈ માલિકે કહ્યુ હતુ કે, આ જથ્થો પશુઆહાર છે અને તેઓ તેને વેચતા પણ હતા. આમ હવે ફૂડ વિભાગ માટે સવાલ એ છે કે, પશુ આહારનો દાવો પોકળ છે અને જીરુ નકલી બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા એ અંગે તપાસ કરવામાં આવશે.

 કિશોર ગુપ્તા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.