આહીર સમાજના ખેલૈયાઓ માટે શુક્રવારે ભવ્ય રાસોત્સવ

સમાજ શ્રેષ્ઠીઓ મહેમાન પદે ઉપસ્થિત રહેશે: વિજેતાઓને મોંઘેરા ઈનામો આપી સન્માનીત કરાશે; આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ જિલ્લા આહિર કર્મચારી મંડળ રાસોત્સવ સમિતિ દ્વારા તા.૧૧.૧૦ ને શુક્રવારના રોજ રાત્રે ૬.૩૦ થી ૧૦.૩૦ અમીન માર્ગ કોર્નર ગ્રાઉન્ડ ૧૫૦ ફૂટ રીંગરોડ રાજકોટ ખાતે આહિર જ્ઞાતીના ખેલૈયાઓ માટે એક ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ રાસોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જ્ઞાતીજનોને કર્મચારી મંડળ રાસોત્સવ સમિતિ અનુરોધ કરે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી મંડળના પ્રમુખ રાવતભાઈ ડાંગર, મંત્રી ચંદુભાઈ મિયાત્રા, મંડળના હોદેદારો દિનેશભાઈ હુંબલ, મનસુખભાઈ બાળા, મહેશભાઈ ચાવડા, નિર્મળભાઈ મેતા, કિરીટભાઈ મૈયડ, દિલીપભાઈ ચૌહાણ, રાજેશભાઈ ડાંગર, ધીરભાઈ ડાંગર, સુભાષભાઈ ડાંગર, જેઠસુરભાઈ ગુજરીયા, પ્રો. રરમેશભાઈ ડાંગર, કરશનભાઈ મેતા, પ્રો. રામભાઈ વારોતરીયા, પુંજાભાઈ વરૂ, કમલેશભાઈ બાબરીયા, રમેશભાઈ છૈયા, ભુપતભાઈ છૈયા, ટપુભાઈ સવા, વિજયભાઈ કુંભરવાડીયા, કાનાભાઈ રામ, ગૌતમભાઈ રાઠોડ, પ્રકાશભાઈ મંઢ, પ્રણવભાઈ પંચોલી, ભરતભાઈ કાનગડ, મહેશભાઈ ડાંગર, વનરાજભાઈ ચાવડા, સંદિપભાઈ અવાડીયા, ભાનુભાઈ મિયાત્રા, ડો. જીતેન્દ્રભાઈ ગાધે, ડો. વિરલભાઈ બલદાણીયા, ડો. કરમૂર એડવોકેટ દિનેશભાઈ વારોતરીયા કેતન મંડ, વિમલભાઈ ડાંગર, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ખ્યાતનામ સીંગરો અને અધતન સાઉન્ડ સીસ્ટમના સથવારે ખેલૈયાઓ ધૂમ મચાવશે. પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસનાં વિજેતાઓને લાખેણા ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે.

રાસોત્સવને સફળ બનાવવા રાવતભાઈ ડાંગર, ચંદુભાઈ મિયાત્રા, જેઠસુરભાઈ ગુજરીયા, કરશનભાઈ મેતા, કેતનભાઈ મંડ, સુભાષભાઈ ડાંગર, કમલેશભાઈ કોઠીવાર, વિમલભાઈ ડાંગર, મુકેશભાઈ જોટવા, નિર્મળભાઈ મેતા, દિનેશભાઈ વારોતરીયા, રમેશભાઈ ડાંગર તથા ગીતાબેન જોટવા, રમાબેન એરભા અને મંજુબેન બારૈયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.