Abtak Media Google News

જલયાત્રા, દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞ તથા ૧૦૦૮ સહસ્ત્ર કુંડી મહાયજ્ઞમાં જોડાયા હજારો પરિવારજનો

સમસ્ત વઘાસીયા પરિવારના સુરાપુરા દાદા પાતાદાદાની પ્રેરણાથી પરિવારજનો દ્વારા વલારડી ગામથી પ્રવિત્ર જળની જલયાત્રાની ભવ્ય શુભારંભ થયો છે. આ જલયાત્રામાં દિકરીઓએ માતાજીના વિવિધ સ્વરૂપો ધારણ કર્યા હતા. સમગ્ર પરિવારજનો, યજ્ઞનાં યજમાનો અને ગામજનો જોડાયા હતા અને આ જલયાત્રા દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞના સભામંડપ સુધી પહોંચી હતી. અને આ ધર્મ મહોત્સવનો પરિવારજનો દ્વારા દીપપ્રાગટય કરીને શુભારંભ કરાયો હતો. દેવીચરિત્ર જ્ઞાનયજ્ઞના પ્રથમ દિવસે વ્યાસાસને વકતા દિપાલીજી પટેલેએ શુભારંભ કર્યો.

પ્રથમ દિવસે વકતાએ દેવીચરિત્રનુ જ્ઞાન પીરસતા શ્રોતા અને વકતાના લક્ષણો કેવા હોવા જોઈએ એ વિશે વિસ્તૃત ચર્ચા કરેલ હતી અને પરિવારજનોને વ્યસનની તિલાંજલી આપવા માટે અનુરોધ કર્યો હતો. દિવ્યધામ મંદિરના નિર્માણ માટે પરિવારજનોએ વિવિધ સંકલ્પો લીધા હતી. ૧૦૦૮ સહસ્ત્રકુંડી મહાયજ્ઞનો ભવ્ય શુભારંભ પ્રધાન આચાર્ય શાસ્ત્રી ભાવિકભાઈ વ્યાસ તથા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિઘીથી કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ ત્રણ દિવસ સુધી ચાલનારા યજ્ઞમાં હજારો પરિવારજનો યજ્ઞમાં આહુતિ આપશે.

આજના દિવસે હરેશભાઇ વઘાસીયા,દિનેશભાઇ વઘાસીયા, રાજુભાઇ વઘાસીયા,  નીતિનભાઈ વઘાસીયા, વિજયભાઈ વઘાસીયા, સંદીપભાઈ વઘાસીયા, નટુભાઈ કોટક (રાજકોટ), પરષોત્તમભાઈ વઘાસીયા (રાજકોટ), દિપકભાઇ વઘાસીયા (અમરેલી), શર્મિલાબેન બાંભણીયા (રાજકોટ), રાજુભાઇ વઘાસીયા (એસપીજી, રાજકોટ), અશ્વિનભાઈ મોલિયા (રાજકોટ), અશ્વિનભાઈ વઘાસીયા (માહિતી ખાતું, જૂનાગઢ), મનુભાઈ વઘાસીયા (રાજકોટ), જેન્તીભાઈ વઘાસીયા (રાજકોટ) તેમજ પરિવારજનો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.