Abtak Media Google News

નેશનલ સાયન્સ ફેરમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને ચમકાવવાનો શ્રેય ધોળકિયા સ્કૂલના છ બાળ વૈજ્ઞાનીકોને મળ્યો એ જ અમારી સાધનાનું પરિણામ છે: જીતુભાઈ ધોળકિયા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણ અને કેળવણીની સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને એ સાથે સાથે જીવન ઘડતર માં વિદ્યાર્થીઓ ખરા અર્થમાં ભણી ગણીને પરિપક્વ બને તે માટે કાર્ય કરતી રાજકોટની ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ દર વર્ષે કંઈક ને કંઈક કમાલમાં પોતાનું નામ નોંધાવે છે ,વર્ષ 2022 સુધીમાં ધોળકિયા સ્કૂલના 23 બાળ વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં પસંદગી પામ્યા છે ત્યારે ફરી એકવાર ધોળકિયા સ્કૂલના એક સાથે ચાર ચાર પ્રોજેક્ટ રાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં પસંદગી પામી ધોળકિયા સ્કૂલ ગુજરાતની સર્વ પ્રથમ શાળા બની છે

અબ તકની મુલાકાતે આવેલા ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયા ,ગોકાણી સર ,ભાવેશભાઈ અપારનાથી અને પ્રોજેક્ટમાં કમાલ કરી વૈજ્ઞાનિકોને અચંબામાં નાખી દેનાર વિદ્યાર્થીઓએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નેશનલ સાયન્સ ફેર માં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત ને ધોળકિયાસ્કૂલના છ છ બાળ વૈજ્ઞાનિકો ચમકાવવામાં નિમિત બન્યા છે. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ ઈનસેટ નેશનલ ફેર 2023 માં જે પ્રોજેક્ટ મૂકવાના છે તેમાં બાળ વૈજ્ઞાનિક અત્યારે જ ગઢડાએ શિક્ષક ભાવેશભાઈ અપારનાથી ની માર્ગદર્શન હેઠળ ટ્રાફિક મેનેજમેન્ટ વિથ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન નું મોડલ યશ્વીબેન ચીકાણી અને સુહાગરા મોક્ષાએ માર્ગદર્શક મહેકબેન માકડીયા ના માર્ગદર્શનમાં ઇકો ફ્રેન્ડલી પેપર ટ્રુથ ક્લીનર અને વર્ષ અને રીધમ મણવરે શિવરાજ સિંહ રાયધાતાના માર્ગદર્શન હેઠળ વોટર પ્રુફ ટાઈલ્સ નું નિર્માણ કર્યું છે આ ચારેય પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌની પસંદ અને જરૂરિયાત બને તેવા છે.

અબતક સાથેની વાતચીતમાં ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયા એ જણાવ્યું હતું કે ધોળકિયા શાળા વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ આધુનિક વિશ્વમાં વિદ્યાર્થીને વિશ્વ સમાવડિયો બનાવવાનું જે ધેય રાખે છે તેમાં અમને મા સરસ્વતી પણ મદદરૂપ થાય છે અને ધોળકિયા ના નામે દર વર્ષે કંઈક ને કંઈક નવી સિદ્ધિ નો ઉમેરો થાય છે. વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગ્રેશર ધોળકિયા સ્કૂલ ના આંગણે ફરી પાછો નેશનલ ફેર યોજવાની તૈયારી થઈ રહી છે.

ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓ દર વર્ષે વિજ્ઞાનમાં સિદ્ધિઓ ઉમેરતું જાય છે સ્કુલના આંગણે તારીખ 28 31 જાન્યુઆરી દરમિયાન કેજી ધોળકિયા સ્કૂલ ખાતે નેશનલ સાયન્સ ફેર ની ઉજવણી થઈ રહી છે નેશનલ સાયન્સ ફેર માં સમગ્ર ભારતના વિવિધ પ્રદેશોમાં યોજાયેલા વિજ્ઞાન મેળાની પસંદગી પામેલા પ્રોજેક્ટ રજૂ થાય છે તપાસ અવલોકન સંશોધનની ગુણવત્તા ઉપયોગતાને બાળ વિજ્ઞાનકો સાથેની ઇન્ટરવ્યૂના આધારે તેમાંથી પસંદ કરીને શ્રેષ્ઠ સંશોધનો નેશનલ સાયન્સ ફેર માટે પસંદ કરવામાં આવે છે

આ રિજનલ ફેરમાં સમગ્ર ગુજરાતમાંથી ચાર પ્રોજેક્ટ સંશોધન માટે પસંદ પામ્યા છે તેમાં તમામ ચારે ચાર પ્રોજેક્ટ ધોળકિયા સ્કૂલના પસંદ થયા છે પસંદ થયેલા ચાર પ્રોજેક્ટમાં છ બાર વિજ્ઞાનીકોએ તૈયાર કરેલા સંશોધનો છે આવી જ રીતે બેંગ્લોર ચેન્નાઈ મુંબઈ કલકત્તા પુતુર રાયગઢ વગેરે સ્થળે યોજાયેલા વિજ્ઞાન મેળામાંથી પસંદગી પામેલા શ્રેષ્ઠ પ્રોજેક્ટ તારીખ 29 મી જાન્યુઆરીએ રવિવારે રાજકોટ ખાતે યોજાનાર નેશનલ સાયન્સ ફેરમાં પ્રદર્શિત થશે.

પેપર ટુથ બ્રશ

ધોળકીયા સ્કુલમાં જ ધો.8માં અભ્યાસ કરતા કુ. યશ્વી ચિકાણી અને કુ. મોક્ષા સોઢાત્રાએ પેપર ટુથ બ્રશનો પ્રોજેકટ તૈયાર કર્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત તેઓએ નેચરલ પેસ્ટને ઉપયોગ કરી ડિસ્પોઝેબલ એટલે કે યુઝ એન્ડ થ્રો કરી શકાય તેવા પેપર બ્રશની ડિઝાઇન બનાવેલ છે. પ્રવાસ દરમિયાન સાથે રાખવાની કીટમાં સાબુ, શેમ્પુ, બ્રશ વગેરે હોય છે તે સાથે ન રાખવા પડે એટલા માટે પેપર સોપ જેવા પેપર બ્રશ તૈયાર કર્યા છે આ ઉપરાંત તેના જરુરી બાયોલોજીકલ અને ફીઝીકલ ટેસ્ટીંગ  કરીને સાબિત કર્યુ કે તે પર્યાવરણ માટે નુકશાન કારક નથી.

બાયો પ્લાસ્ટીક પ્રોજેકટ

ધોળકિયા સ્કુલમાં ધો. 9 માં અભ્યાસ કરતા કુ. જીયા ભીમાણીએ બાયોપ્લાસ્ટિક બનાવ્યું છે. આ માટે જીયાએ વિવિધ પ્રકારના નેચરલ ઇન્ગ્રીડિયન્ટસ અને લેટેક્ષનો ઉપયોગ કર્યો. જેના આધારે પ્રયોગશાળામાં પ્લાસ્ટિક પેપર તૈયાર કર્યુ અને તેના પર વિવિધ બાયોલોજીકલ અને કેમિકલ ટેસ્ટીંગ બાદ એ બાયોપ્લાસ્ટિક તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. તેવું પુરવાર કર્યુફ. સાથે સાથે કેટલાક ફિઝીકલ ટેસ્ટીંગના આધારે આ બાયો પ્લાસ્ટિક વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે પણ ઉપયોગમાં આવી શકે એ માટેના પ્રયોગો ચકાસણીમાં છે.

પ્લાસ્ટીક રેતીની ઇંટ

ધો. 9 માં અભ્યાસ કરતા મણવર મર્મ અને મણવર રિધમ દ્વારા બીલ્ડીંગ ક્ધસ્ટ્રકશન માટે વપરાતી ઇંટના દિકલ્પ તરીકે વેસ્ટ પ્લાસ્ટિક અને રેતીમાંથી તૈયાર કરેલ ઇંટ બનાવવામાં આવેલ છે આ ઇંટ પ્લાસ્ટિક અને રેતીમાંથી બનાવેલી હોવાને કારણે વોટર પ્રુફ છે માટે સિલીંગ પર લગાવવા માટે એટલે કે છત પર લગાવવા માટે એટલે કે છત પર લગાવવા માટે વોટર પ્રુફ ટાઇલ્સ તરીકે વાપરી શકાય એ માટેના તેના વિવિધ ભૌતિક પરિણામો ચકાસવામાં આવ્યા હતા. વિવિધ પ્રયોગશાળા અને કોલેજોની લેબોરેટરીમાં ભૌતિક પરિક્ષણોને આધારે પુરવાર થયું કે આ ઇંટ એ હાલ બજારમાં મળતી ઇંટના પ્રમાણમાં વધુ મજબુત છે.

ટ્રાફીક મેનેજમેન્ટ પ્રોજેકટ

ધોળકીયા સ્કુલમાં ધો.9 માં અભ્યાસ કરતા ઘઘડા ઘ્યાનેશે સી.એન.એન. સાથે ડીપલનીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફીક મેનેજમેન્ટ પ્રોગ્રામને આધારે સ્માર્ટ ટ્રાફીક સિગ્નલનું મોડેલ તૈયાર કરેલ છે. દરેક ટ્રાફીમ સિગ્નલ પર કેમેરા ગોઠવવામાં આવે તો આ કેમેરા દ્વારા કાર, બસ, ટ્રક, સ્કુટર અને એમ્બ્યુલસ જેવા વિવિધ પ્રકારના વાહનોને અલગ રીતે ઓળખી અને તેની સંખ્યા ગણી શકાશે અને તે સંખ્યાના આધારે સમય ગોઠવીને તે રોડ પરનું સિગ્નલ ઓન.-ઓફ થશે. એટલે કે વધુ વાહનો ધરાવતા રોડ પરનું સિગ્નલ લાંબા સમય માટે ઓન રહેશે. જયારે ઓછા વાહનો ધરાવતા રોડ પરનું સિગ્નલ ઓછા સમય માટે ઓન રહેશે. આમ સ્માર્ટ સિગ્નલ દ્વારા સમય માનવ શ્રમ અને બળતણની બચત થશે તેમ પ્રદુષણ પણ ઘટશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.