Abtak Media Google News

નામ નોંધણી શરૂ : આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે

એકતા ચેરીટેબલ ટ્રસ્ટ તથા એકતા મિત્ર મંડળ દ્વારા સમુહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.ગરીબ અને મધ્યમ વર્ગ દિકરીઓને લાભાર્થે તા.૧-૪-૨૦૨૦ના રોજ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. હિન્દુ-મુસ્લીમ દિકરીઓ એકી સાથે મંડપ નીચે સાતફેરા અને નિકાહ પઢવામાં આવશે.લગ્ન (શાદી) કરનાર દિકરીઓને ભવ્ય કરીયાવર આપવામાં આવશે. સમુહ લગ્ન માં જોડાવા નોંધણી કરવાની છેલ્લી તા.૧-૩-૨૦૨૦ રહેશે. વધુ માહીતી માટે આયોજક :- એકતા મિત્ર મંડળના પ્રમુખ હરીભાઈ રાઠોડ-૯૯૨૪૬૦૧૮૭૦/૭૩૫૫૮૫૮૫૮૭ અથવા એકતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈબ્રાહીમભાઈ સોરા-મો.૯૮૭૯૪૬૦૩૦૨નો સંપર્ક સાધવો સમુહ લગ્નોત્સવ માટે હરીભાઈ રાઠોડ, ઈબ્રાહીમભાઈ સોરા, ડી.પી.મકવાણ, અબ્દુલ હાલા પકમાબેન ચૌહાણ, સતુભા જાડેજા, ઈન્દુભા રાવણ, ભાર્ગવ પઢિયાર, નિમેષ ભંડેરી વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.