Abtak Media Google News
  • કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સિવાય તમામ 69 કોર્પોરેટરોએ કર્યું મતદાન: ભાજપના કાર્યકરોએ ભવ્ય વિજયોત્સવ મનાવ્યો
  • મેયર ડો.પ્રદિપ ડવે પ્રથમ મત આપ્યા બાદ વોર્ડ વાઇઝ મતદાન પ્રક્રિયા હાથ ધરાય: વિજેતા ઉમેદવારોના નામ ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ ચેરમેન અને વાઇઝ ચેરમેનની ચૂંટણી

 

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આઠ સભ્યોની વરણી કરવા માટે આજે સવારે મેયર ડો.પ્રદિપ ડવની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સિવાય ભાજપના તમામ 67 અને કોંગ્રેસના બે સહિત કુલ 69 કોર્પોરેટરોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયા માત્ર સવા કલાકમાં પૂર્ણ થઇ જવા પામી હતી. બપોરે 3:00 કલાકે મતગણતરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.

Kcjvcjv

જેમાં ભાજપના તમામ આઠેય ઉમેદવારોનો શાનદાર વિજય થતા ભાજપના કાર્યકરોએ ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કુલ 12 સભ્યો માટે આજે મતદાન પ્રક્રિયા યોજાવાની હતી. પરંતુ અલગ-અલગ કેટેગરી પરથી ઉમેદવારી કરનાર ભાજપના ચાર ઉમેદવારો અગાઉથી જ બિનહરિફ જાહેર થઇ ગયા હોય આજે સવારે 11:00 કલાકે આઠ સભ્યોની નિયુક્તિ માટે મતદાન પ્રક્રિયા હાથ પર લેવામાં આવી હતી.

Dsc 0252

પ્રથમ નાગરિક એવા મેયર ડો.પ્રદિપ ડવે સૌપ્રથમ મતદાન કર્યું હતું ત્યારબાદ વોર્ડ વાઇઝ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બપોરે 12:15 કલાકે મતદાન પૂર્ણ થઇ ગયું હતું. આજે સવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક હોવાના કારણે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા મત આપી શક્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ વોર્ડ નં.1ના કોર્પોરેટર હોવાના કારણે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં મત્તાધિકાર ધરાવે છે. તેઓના સિવાય ભાજપના તમામ 67 કોર્પોરેટરોએ જ્યારે કોંગ્રેસના બે કોર્પોરેટરોએ મતદાન કર્યું હતું.

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં નગરસેવકો જ મતદાર હોય છે. એક કોર્પોરેટર વધીને આઠ મત આપી શકે છે. કોઇ એક ઉમેદવારને તમામ આઠ મત આપી શકાય છે. શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ચૂંટાઇ આવવા માટે વધુને વધુ 69 મતની જરૂરિયાત રહે છે. કોંગ્રેસના બે કોર્પોરેટરોના મતની ગણતરી કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર કમલેશભાઇ કોઠીવાર માત્ર 16 મત મેળવી શક્યા હતા. શિસ્તબધ્ધ ભાજપમાં ક્રોસ વોટીંગ થયું ન હતું. ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ કોંગ્રેસના ઉમેદવારે એવી શેખી ચલાવી હતી કે ભાજપના કેટલાક કોર્પોરેટરો તેઓના સમર્થનમાં છે.

 

Dsc 0197

જેના કારણે તેમની જીત નિશ્ર્ચિત મનાઇ રહી છે. પરંતુ આવું કશું થયુ ન હતું. તેઓને માત્ર 16 મત જ મળ્યા હતા. બપોરે 3:00 કલાકે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવારો એક પછી એક વિજેતા જાહેર થયા હતા.  ભાજપના ઉમેદવાર જાગૃત્તિબેન ભાણવડીયા, પ્રવિણભાઇ નિમાવત, રસિકભાઇ બદ્રકિયા, વિક્રમભાઇ પુજારા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઇ સાંબડ, સુરેશભાઇ રાઘવાણી અને અજયભાઇ પરમારનો શાનદાર વિજય થયો હતો. વિજેતા ઉમેદવારોને શુભેચ્છા આપવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

 

ચેરમેન પદ માટે વિક્રમ પુજારા અને પ્રવિણ નિમાવતના નામ

ચર્ચામાં વાઇઝ ચેરમેન પદે મહિલા સભ્યની નિયુક્તિ કરાશે

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના તમામ આઠેય સભ્યોનો વિજય લગભગ નિશ્ર્ચિત થઇ ગયો છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા તમામ ચૂંટાયેલા સભ્યો અને સરકાર નિયુક્ત ત્રણ સભ્યોના નામ ગેઝેટમાં પ્રસિદ્વ કરવામાં આવશે. ત્યારબાદ ચેરમેન અને વાઇઝ ચેરમેનની નિમણૂંક માટેની તારીખનું એલાન કરવામાં આવશે. હાલ કાર્યકરો અને ભાજપના આગેવાનોમાં થતી ચર્ચા મુજબ શિક્ષણ સમિતિના ચેરમેન માટે વિક્રમભાઇ પુજારા અને પ્રવિણભાઇ નિમાવતના નામ ચર્ચા છે. વાઇઝ ચેરમેન પદ મહિલાને સોંપાઇ તેવું હાલ લાગી રહ્યું છે. જેમાં જાગૃત્તિબેન ભાણવડીયા અને સંગીતાબેન છાંયાના નામ ચર્ચાઇ રહ્યા છે.

23 વર્ષ બાદ શિક્ષણ સમિતિની ચૂંટણી માટે થયું મતદાન

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની નિયુક્તી કરવા માટે કોર્પોરેશનના ઇતિહાસમાં 23 વર્ષ બાદ મતદાન કરવાની ફરજ ઉભી થઇ હતી. કોર્પોરેટરોની સંખ્યાના આધારે શિક્ષણ સમિતિના સભ્યો નક્કી થતા હોય છે. રાજકીય પક્ષો ઇલેક્શનના બદલે સિલેક્શન પર ભાર મૂકતા હોય છે. પોતાનો એક સભ્ય પણ જીતી શકે તેટલી પર્યાપ્ત સભ્યસંખ્યાબળ ન હોવા છતાં કોંગ્રેસે કમલેશ કોઠીવારને મેદાનમાં ઉતાર્યા હતા. જેના કારણે 23 વર્ષના લાંબા અંતરાલ બાદ ચૂંટણી કરવાની ફરજ પડી હતી. જો કે, અપેક્ષિત રીતે ભાજપના તમામ આઠેય સભ્યો તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા હતા.

 

ભાજપના વિજેતા મુરતીયા

જાગૃત્તિબેન ભાણવડીયા

પ્રવીણભાઇ નિમાવત

રસિકભાઇ બદ્રકીયા

વિક્રમભાઇ પુજારા

વિક્રમસિંહ જાડેજા

વિરમભાઇ સાંબડ

સુરેશભાઇ રાઘવાણી

અજયભાઇ પરમાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.