Abtak Media Google News

ભરૂચ અને અંકલેશ્ર્વરની તપાસ દરમિયાન એટીએસને મળી મહત્વની સફળતા: ભવાની એન્ટર પ્રાઇઝમાં દરોડા પાડયા: કેમિકલમાંથી એમડી ડ્રગ્સ બનાવ્યાનો ઘટ્ટસ્ફોટ

દવાની આડમાં મેફેડ્રોન ડ્રગ્સનું અનઅધિકૃત રીતે ઉત્પાદન કરી નશો કરવા માટે વેચાણ થતું અટકાવવા ગુજરાત એટીએસ, એસઓજી અને મુંબઇની એન્ટી નાર્કોટિસ સેલની ટીમ દ્વારા વડોદરાના સાવલી અને અંકલેશ્ર્વર ખાતેના વેરા હાઉસ અને કેમિકલ ફેકટરીઓ પર દરોડા પાડી રૂા.2151 કરોડની કિંમતનું 738 કિલો એમડી ડ્રગ્સ સાથે મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ રિમાન્ડ દરમિયાન કરાયેલી પૂછપરછ દરમિયાન વડોદરાના સાવલી ખાતે આવેલા ભવાની એન્ટરપ્રાઇઝમાં પણ કેમિકલમાંથી એમ.ડી.ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની કબુલાતના આધારે એટીએસની ટીમે ભવાની એન્ટર પ્રાઇઝમાં ડ્રગ્સ અંગે દરોડો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી લીધાનું સુત્રો જણાવી રહ્યા છે. દરોડાની કાર્યવાહી ચાલુ હોવાથી કેટલા શખ્સો અને કેટલી કિંમતનું એમ.ડી.ડ્રગ્સ મળી આવ્યું તે અંગેની વિગતો બહાર આવી નથી. વડોદરાના સાવલી ખાતેની વધુ એક ફેકટરીમાંથી એટીએસની ટીમ દ્વારા ડ્રગ્સનો જંગી જથ્થો પકડી લેતા ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

Advertisement

કેમિકલ પ્રોડકની આડમાં નસીલા પર્દાથના ઉત્પાદન કરી યુવા ધનને પાયમાલ કરવાના ષડયંત્રનો પર્દાફાંસ કર્યો છે. રૂા.2151 કરોડની કિંમતના 738 કિલો મેફેડ્રોન ડગ્સનો જંગી જથ્થો મળી આવ્યું હતું. સાથે ઝડપાયેલા મહિલા સહિત સાત શખ્સોને રિમાન્ડ પર મેળવી કરેલી પૂછપરછ દરમિયાન સાવલીની ભવાની એન્ટર પ્રાઇઝ નામની ફેકટરીમાં પણ કેમિકલની મદદથી એમ.ડી.ડ્રગ્સ બનાવવામાં આવ્યાની કબુલાતના આધારે એટીએસની ટીમે ભવાની એન્ટર પ્રાઇઝમાં ડ્રગ્સ અંગે દરોડો પાડયો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી લીધું છે. કેટલુ ડ્રગ્સ અને કેટલા શખ્સોની ધરપકડ કરી તે અંગેની પૂછપરછ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.