Abtak Media Google News

ગુજરાતમાં આમઆદમી પાર્ટીની સરકાર બનશે તો તમામ ગેરંટી પૂર્ણ  કરાશે : અરવિંદ કેજરીવાલ, મનીષ સીસોદીયા ગુજરાતના પ્રવાસે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  પડઘમ વાગવાના છે ત્યારે  આ વખતે  ભાજપ સામે  કોંગ્રેસ  આમ આદમી પાર્ટી બરાબરના  શીંગડા ભરાવે તેવા રાજકીય સમીકરણો વચ્ચે ગુજરાતમાં ત્રીપાખીયો  જંગ નિશ્ર્ચીત બન્યો છે. ગુજરાતમાં  ભાજપનો  દબદબો છે ત્યારે  કેસરીયો ગઢ અંક્ે કરવા  કોંગ્રેસની સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી

અરવિંદ કેજરીવાલ અને આમઆદર્મી પાટી બરાબરની તૈયારીઓ   કરી રહ્યા છે.  કોંગ્રેસ દ્વારા  સંગઠન માળખાની  રચના અને  નૈતૃત્વ બળવતર બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે  અરવિંદ કેજરીવાલ અને તેની ટીમના દિલ્હીથી ગાંધીનગરના આંટાફેરા વધી ગયા છે.

ભાજપમાં પણ  ગુજરાતને   જરા પણ  હળવાશથી ન લેવાના  અભિગમનો શિનારીયો  દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદી  ઉપરાઉપરી  ગુજરાતના  પ્રવાસ કરી રહ્યા છે.ત્યારે આજે  વધુ એક વાર  આમ આદમીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને  મનીષ  સીસોદીયાએ ગુજરાતમાં  ધામા નાખીને  ચૂંટણી માહોલ ગરમ કર્યો છે.

આમ આદર્મી પાર્ટી ગુજરાતમાં  મહત્વનો વિકલ્પ બની જાય તેવા  સમીકરણો દેખાઈ રહ્યા છે આજે  ગુજરાત આવેલા  આમઆદમી પાર્ટીના બંને નેતાઓએ  શિક્ષણ, બેરોજગારી અને  રાજકીય  સ્થિરતાનો  મુદો ઉઠાવ્યો છે.

આજે  અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં  પોતાના રાજકીય  મુસ્સદાઓ અવશ્ય પણે   પૂરા થશે તેવી ખાતરી ઉચ્ચારી હતી ગુજરાતમાં આમઆદમી પાર્ટીની સરકાર બનશે તો અપાયેલી તમામ ગેરંટીઓ પૂરી કરાશે. હું  દિલ્હીથી  સારામા સારા શિક્ષણ પ્રધાનને સાથે લાવ્યો છું  તેમ જણાવી અરવિંદ કેજરીવાલે  જણાવ્યું હતુ કે અમે દિલ્હીમાં  12 લાખને રોજગારી આપીને  અમારી રાજકીય  ઈચ્છાશકિતની  ફલશ્રુતીની સાબીતી આપી દીધી છે. મનીષ સીસોદીયાએ જણાવ્યું હતુ કે  ગુજરાતમાં પણ  શાળાની ફી ઘટી શકે  બાળકો માટે  સારા શિક્ષણની  વ્યવસ્થા અને  મોંઘવારી બેરોજગારી દૂર કરવાના  અમે   સનિષ્ઠ પ્રયાસો કરશું.

તેમણે જણાવ્યું હતુ કે  હું રાજનીતીમાં  સેવા માટે આવ્યો છું  પદ માટે નથી આવ્યો  કેજરીવાલ મારા  રાજકીય  ગુરૂ છે. બાળકો માટે  સારા શિક્ષણની વ્યવસ્થા મોંઘવરી અને બેરોજગારી દૂર કરવાનું કામ  માત્ર રાજકીય જ નહી પણ  સેવાનો યજ્ઞ ગણુંછું.

ગુજરાતના પ્રવાસે આવેલા  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને  મનીષ સીસોદીયાએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં  આપની સરકાર  શિક્ષણ અને  રોજગારી ક્ષેત્રનું ચિત્ર  બદલનારૂ બનશે. આમ આદમી પાર્ટીના   બંને નેતાઓના  ગુજરાતના આગમનને લઈને   રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.