એ.આઇ. બી.ઇ. દ્વારા લેવાયેલી ભાવિ વકીલોની પરીક્ષા પ્રકરણમાં બી.સી.આઇ. લાલઘુમ

બાર કાઉન્સીલ ઇન્ડીયા દ્વારા તાજેતર રવિવારે યોજાયેલી એ.આઇ.બી.ઇ. ની વકીલોની પરીક્ષા મા પોણા બે લાખ વિઘાર્થી પરીક્ષામાં બેઠા હતા. આ સમયે રાજકોટ શહેરના કેન્દ્રો પર વકીલો દ્વારા પેપર સોલ કરી વિઘાર્થીને આન્સર કી મોકલી આપવાનો પદાફાર્શ થયો છે.

ગુન્હાહીત પેપર ફોડવાની કાર્યવાહી બહાર આવી છે. આ સ્ટીંગ ઓપરેશન નો પડઘો છેક દિલ્હી સુધી પડતા બાર કાઉન્સીલ ઇન્ડીયામાં ગુન્હાહીત કાર્ય અંગેના રીપોર્ટ પહોચતા ચેરમેન દ્વારા અરજન્ટ કાર્યવાહી એડવોકેટ જીજ્ઞેશ જોશી સામે કરવાનું નકકી કરવાનો ઠરાવ કરવામાં આવેલો અને ત્રણ સભ્યોની સમીતીનું નેતૃત્વ ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જસ્ટીસ ઉપાઘ્યાય, જયંતભાઇળ, ડો. શાંન્તાકુમાર વાઇસ ચાન્સલેર જી.એન. એલ.યુ. ના સભ્યોની ની કમીટી તપાસ માટે ગઠન કરેલ ન હતી.

પરીક્ષામાં કેટલાક વકીલો દ્વારા મોબાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે ગંભીર બાબત છે. સી.સી.ટી.વી. ની તપાસ કરવા માટે ફેકટ ફાઇન્ડીંગ કમીટીની રચના કરવામાં આવી છે.

તમામ દોષીત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનારનો નિદેષ ચેરમેન મનનકુમાર મીશ્રાએ આપેલ હતો.

આજે ઓન લાઇન અરજન્ટ રીતે બાર કાઉન્સીલ ઇન્ડીયાના ચેરમેને આ અંગેની હકીકત બાર કાઉન્સીલ ઇન્ડીયા ગ્રુપની મુકતા તમામ મેમ્બરોએ કાર્યવાહી કરવા મનન કુમાર મીશ્રા ચેરમેનને સમર્થન જાહેર કરેલું હતું.

આ પેપર ફોડવાના કૌભાંડથી સમગ્ર ગુજરાતની આબરુ ઉપર લાંછન લાગેલ છે. અને ગુજરાતના વકીલો એ આવા કાયદા ના જાણકાર દ્વારા કરવામાં આવેલ કૃત્યને વખોડી  કાઢી ભવિષ્યના વકીલો બનનારા વકીલોના ભાવી સાથે ચડેચાડ થયાનું અહેસાસ થાય છે.

પરોક્ષ કે પ્રત્યક્ષ કયાંય ભૂમિકા નથી ! તપાસ કમિટીને પુરતો સહયોગ  આપીશ : જીજ્ઞેશ જોષી

બાર કાઉન્સીલર ઓફ ઇન્ડીયા દ્વારા ગત રવિવારે ભાવિ વકીલો માટે લેવાયેલી પરીક્ષામાં પેપર ફોડવાના પદાફાશની ઘટનામાં રાજકોટના યુવા એડવોકેટ અને બાર એસો.ના સભ્ય જીગ્નેશ જોષીનું  નામ ઉછળતા જેને પગલે અબતક મીડીયા સાથે વાતચીતમાં જીજ્ઞેશ જોષીએ જણાવ્યું કે મને અખબારના માઘ્યમથી મને જાણવા મળ્યું કે તપાસ કમીટીની રચના બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા નિવૃત જજની અઘ્યક્ષતામાં કરવામાં આવી છે. મને હજુ સુધી લેખીત- મૌખિક જાણ થઇ નથી તપાસ કમિટીને તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાત્રી આપું છું.

મે જે ગ્રુપ બનાવ્યું છે તે પરિક્ષાર્થીઓ ને મદદરુપ બનવા અને જુના પેપરો સોલ કરી મુકવા માટે બનાવ્યું હતું. મે ગ્રુપમાં આન્સર કી મુકી નથી. પરીક્ષા કયા કેન્દ્રમાંથી ફુટયુ અને કયાં વિઘાર્થીએ મોબાઇલ મારફતે બહાર મોકલ્યું તે તપાસ વિષય છે મારા હિતશત્રુ દ્વારા મને બદનામ કરવા માટે કાવત્રુ છે.