Abtak Media Google News

છ શહેરોમાં કુલ 82 પરીક્ષા કેન્દ્રોમાં 1624 રૂમમાં 45,397 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે

ઉમેદવારોની સહાયતા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ ક્ધટ્રોલ રૂમ શરૂ કરાયો: ફોન નંબર: 0281-2221607 ઉપર કોલ લેટર અંગે પુછપરછ કરી શકાશે

રાજકોટ મહાનગર પાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની 122 જગ્યા ભરવા માટે આગામી રવિવારે અમદાવાદ, સુરત, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ એમ શહેરોમાં લેખિત પરીક્ષાનુ મેગા આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષા સુચારૂ, સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક યોજાય અને પૂર્ણ થાય તે હેતુસર સંબંધિત અધિકારી/કર્મચારીઓને વિવિધ કામગીરી સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, છ શહેરોના કુલ 82 પરીક્ષા કેન્દ્રોનાં કુલ 1624 રૂમમાં કુલ 45,397 ઉમેદવારો માટે કરવામાં આવેલા આયોજનમાં, અમદાવાદ શહેરમાં 13 પરીક્ષા કેન્દ્રો અને ગાંધીનગરમાં 11 પરીક્ષા કેન્દ્રો રહેશે, અને આ બંને શહેરોના આ કેન્દ્રોમાં કુલ 17,365 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. જયારે રાજકોટમાં 34 કેન્દ્રો ખાતે 16,958 ઉમેદવારો, સુરતમાં 4 પરીક્ષા કેન્દ્રોમાં 2,967 ઉમેદવારો, જામનગરમાં 9 કેન્દ્રોમાં 2,608 ઉમેદવારો અને જુનાગઢમાં 11 પરીક્ષા કેન્દ્રોમાં 5,499 ઉમેદવારો પરીક્ષા આપનાર છે.

સુરત શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર જસ્મીનભાઈ રાઠોડ, અમદાવાદ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર એચ.આર.પટેલ, ગાંધીનગર શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ મેનેજર બી.એલ. કાથરોટીયા, જામનગર શહેર માટેના નોડલ ઓફિસર તરીકે  આસીસ્ટન્ટ કમિશનર વી.એસ.પ્રજાપતિ, જુનાગઢ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી અને રાજકોટ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર એચ. કે. કગથરાને જવાબદારી સુપરત કરવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો કોઇપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ડીવાઈસ લઈ જઈ નહી શકે. ઉમેદવારોએ તેમના આઈ.ડી. પ્રૂફ, પેન અને પરીક્ષાનો કોલ લેટર જ સાથે લાવવાનો રહેશે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ પર પ્રતિબંધ મુકવામાં  આવેલ છે. ઉપરોક્ત તમામ છ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ખાતે સજ્જડ પોલીસ બંદોબસ્ત માટે આયોજન કરાયું છે. આ માટે રાજકોટ, અમદાવાદ અને સુરતનાં પોલીસ કમિશનર અને ગાંધીનગર, જામનગર અને જુનાગઢના એસ.પી. સાથે અત્રેથી સંકલન કરવામાં આવ્યું છે. તમામ 82 પરીક્ષા કેન્દ્રો માટે કુલ 82 કેમેરામેનો દ્વારા સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવનાર છે.રાજકોટ મહાપાલિકાએ ઉમેદવારોની સહાયતા માટે ખાસ ક્ધટ્રોલ રૂમ શરૂ કરેલ છે જેનો ફોન નંબર: 0281-2221607 છે.

ઉમેદવારો તેમના પરીક્ષાના કોલ લેટર સંબંધી ક્વેરી અંગે પુછપરછ કરી આ ફોન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકે છે. અથવા યિભિીશળિંયક્ષિળિંભ. લજ્ઞદ.શક્ષ પર ઈ-મેઈલ કરીને પણ ઉમેદવારો જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકે છે. આ મેગા આયોજન શાંતિપૂર્ણરીતે સંપન્ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાનાં 145 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવામાં આવેલ છે. તેમજ ફરજ પરના આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મહેકમ શાખા દ્વારા ખાસ ઓળખ પત્ર પણ આપવામાં આવશે.

તમામ અધિકારી/કર્મચારીઓ પરીક્ષાના એક દિવસ અગાઉ જ તા.23/10/2021 ના રોજ સવારે 9:00 વાગ્યે તેઓને સોપવામાં આવેલ કેન્દ્ર/ઝોન વાઈઝ પરીક્ષા સેન્ટરો ખાતે હાજર રહી પરીક્ષા સંબંધી તમામ તૈયારી પૂર્ણ કરી લેશે. આ કામગીરીની માહિતી/સૂચના અંગેની એક ખાસ મીટિંગનું પણ આગામી તા.21ના રોજ સેન્ટ્રલ ઝોન, કોન્ફરન્સ હોલ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે 10:30 કલાકે આયોજ કરવામાં આવેલ છે.

વિશેષમાં જુનિયર ક્લાર્કની આ પરીક્ષા 90 મિનિટની રહેશે. ઓ.એમ.આર. પધ્ધતિથી લેવામાં આવનાર આ પરીક્ષામા 100(એકસો)પ્રશ્નો રહેશે. પ્રશ્ન પત્રમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સનાં પચ્ચીસ પ્રશ્નો અને પચ્ચીસ ગુણ, ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણના ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણ, કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાનનાં પચ્ચીસ પ્રશ્નો અને પચ્ચીસ ગુણ તથા મેથ્સ અને લોજિક્લ રીઝનીંગના વીસ પ્રશ્નો અને વીસ ગુણ રહેશે.

આ મેગા આયોજન માટે હાલ મ્યુનિ. કમિશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર આશિષ કુમાર, એ.આર.સિંહ અને ચેતન નંદાણી ઉપરાંત મહેકમ શાખાનાં સહાયક કમિશનર સમીરભાઈ ધડુક, મહેકમ શાખાના આસીસ્ટન્ટ મેનેજર વિપુલભાઈ ઘોણીયા, તેમજ સ્ટાફ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. સાથોસાથ નાયબ કમિશનરને ઓવરઓલ સુપરવિઝનની જવાબદારી પણ સુપરત કરવામાં આવેલ છે.

ઉપરોક્ત તમામ શહેરો માટે એક એક નોડલ ઓફિસર તેમજ તેમની નીચે બબ્બે ટીમ લીડર કેન્દ્ર ઇન્ચાર્જ અને જરૂરી સ્ટાફ તેમજ રિઝર્વ્ડ સ્ટાફ પણ ફાળવવામાં આવેલ છે. એક દિવસ અગાઉ જ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પોતપોતાને ફાળવવામાં આવેલ શહેરના કેન્દ્ર અને રૂમ ખાતે રીપોર્ટ કરશે અને પરીક્ષા કેન્દ્રની સાફ-સફાઈ, ઉમેદવારોના સીટ નંબર સામે ફાળવેલ બ્લોક નંબરની યાદી નોટીસબોર્ડ પર/જાહેરમાં પ્રદર્શિત કરવા, કેન્દ્ર ખાતે બ્લોક નંબર કઈ જગ્યાએ આવેલ છે તે અંગેની વિગતો/ દિશાસૂચનની વ્યવસ્થા કરવા, કેન્દ્ર ખાતેના તમામ ક્લાસરૂમ/વર્ગખંડના પ્રવેશ દ્વાર પર બ્લોક નંબર જોઈ શકાય તે રીતે પ્રદર્શિત કરવા, અને કેન્દ્ર ખાતેના નિયત થયેલ તમામ બ્લોકમાં ઉમેદવારોના સીટ નંબર બેંચ/બેઠક પર જોઈ શકાય તે રીતે લખવામાં/દર્શાવવામાં આવેલ છે કે કેમ તે સુનિશ્ચિત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.