Abtak Media Google News

ગોંડલમાં મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં પાડોશીઓએ કર્યો નિર્લજ હુમલો

રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ખૂન અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે વધુ બે ઘટનાઓ સામે આવી છે.જેમાં વિછીયામાં બાઈકનુ હોર્ન વગાડવા બાબતે યુવાનને તેના જ ગામના એક શખસે લોખંડના પાઇપ વડે માર મારતા તેને વિછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જ્યારે બીજા બનાવમાં ગોંડલમાં એક પરિણીતાએ તેના ઘર નજીક ગાળો બોલવાની પાડોશીઓને ના પાડતા બે મહિલા સહિત પાંચ શખ્સોએ તેના પ્ર નિર્લજ હુમલો કરી તેના પતિ અને પુત્રને માર મારતાં તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પ્રથમ બનાવની વિગતો મુજબ વિછીયાના મોટી લાખાવડ ગામે રહેતા અને અભ્યાસ કરતા રાકેશ નયનભાઈ વાલાની નામના યુવાને પોતાની ફરિયાદમાં અરોપીમાં સંધા સવા ડેકાણીનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે,તેને આરોપી રાકેશની વાડી પાસે પોતાના બાઈકનું હોર્ન વગાડ્યું હતું જે બાબતે આરોપીએ ખાર રાખી તેને લોખંડના પાઇપ વડે માર મારતા તેને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણ વીછીયા પોલીસને થતાં પોલીસે રાકેશ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બીજા બનાવની વિગતો અનુસાર ગોંડલના ભગવતપરામાં રહેતા અફસાનાબેન દાઉદભાઈ ચોહાણએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં તેના પાડોશમાં રહેતા તસ્લીમ અહમદ ચૌહાણ ,હુસેન આમદ ચૌહાણ, આમદ અહેમદ ચૌહાણ , યાસ્મીન બેન અને નાઝીયા બેનના નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતી કે તમામ આરોપીઓ તેના ઘર નજીક ગાળો બોલતા હોવાથી તેને ગાળો બોલવાની ના પાડતા તસ્લીમ અહમદ ચૌહાણ ,હુસેન આમદ ચૌહાણએ ઉશ્કેરાઈ તેના પર નિર્લજ હુમલો કર્યો હતો જેમાં તેને બચાવવા તેના પતિ અને તેનો પુત્ર આવતા તમામ આરોપીઓએ તેના પર હુમલો કરી માર માર્યો હતો .જેથી તેને ગોંડલ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.