Abtak Media Google News

મોરબીના વાવડી રોડ ઉપર લોમજીવન પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી એલસીબી ટીમે ઇગ્લીંશ દારૂના ક્વાટરીયા નંગ-૧૦૪ કી.રૂ.૧૦૪૦૦ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

Img 20180330 Wa0082પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને પ્રોહીબીશનની બદ્દી સદંતર નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સટેબલ સંજયભાઇ મૈયડ તથા પોલીસ કોન્સ. ભગીરથસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલ હકિકત આધારે આરોપી સિંકદર જુસબ સંધિ રહે. મોરબી વાવડી રોડ લોમજીવન પાર્ક સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઇગ્લીંશ દારૂના ક્વાટરીયા નંગ-૧૦૪ કી. ૧૦૪૦૦ ના મુદામાલ સાથે આરોપી સિંકદર જુસબ સંધિ ૨હે, લોમજીવનપાર્ક, વાવડી રોડ, મોરબી વાળાને પકડી પાડયો હતો.

આ મામલે એલસીબીએ આરોપી સિકંદર જુસબ સંધી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસસ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.