Abtak Media Google News

મોરબી એસઓજી ટીમે હળવદના જુના દેવળીયા ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો.

હાલના સમયમાં દારૂ ઝડપાવાના કિસ્સા અવારનવાર બની રહ્યા છે ત્યાંરે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હળવદના દેવળીયા ગામની સિમમાથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમના પીઆઇ એસ.એન.સાટીના માર્ગદશર્ન હેઠળ હેડ કોન્સ. શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, પો.કોન્સ.ભરતસિંહ ડાભી સહિતનો સ્ટાફ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન સાથેના પો.કોન્સ.ભરતસિંહ ડાભીને મળેલ હકિકત આધારે જુના દેવળીયા ગામની સીમમાં આવેલ દશરથભાઇ ગોરધનભાઇ વિડજાના ખેતરની પાસે વોકળાની પાનમાં આરોપી રાજેશ ઉર્ફે કિશોરભાઇ કોળી,રે. જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળો પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે ઇગ્લીશ દારૂની બોટલ નંગ.૪૩ કી.રૂ.૧૨૯૦૦ તથા બીયર ટીન નંગ.૩૪ કી.રૂ.૩૪૦૦ તથા મોબાઇલ નંગ.૧ મળી કુલ રૂ.૨૧૩૦૦ ના મુદામાલ રેઇડ દરમિયાન મુકી નાશી ગયો હતો.

આ મામલે એસઓજી ટીમે મજકુર વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.