તળાજાના સરતાનપર ગામની તરૂણી પર પરિણીત શખ્સે ગુજાર્યો બળાત્કાર

ગારીયાધારના અખ્તરીયા ગામના શખ્સ સામે નોંધાતો ગુનો 

તળાજા તાલુકાના સરતાનપર ગામની 15 વર્ષની તરૂણી પર ગારીયાધારના અખ્તરીયા ગામના પરિણીત શખ્સે બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અખ્તરીયાના શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગારીયાધારના અખ્તરીયા ગામના શિવા જીણા મેર નામના શખ્સની પત્ની રેખાબેન તરસા ગામના ભરત લાખા કોળી સાથે ભાગી ગયો હોવાથી તેની તપાસ કરવા અને પોતાના સસરા ભોળાભાઇ ભગવાનભાઇ મકવાણાને જાણ કરવા માટે અને પોલીસમાં ફરિયાદ કરવા માટે શિવા મેર તળાજા તાલુકાના સરતાનપર ગામે આવ્યો હતો.

પોતાના સસરાના પાડોશમાં રહેતી 15 વર્ષની તરૂણી ઘરે એકલી હોવાથી તેને ત્યાં શિવા મેર ચા પીવડાવો તેમ કહી ગયો હતો અને તરૂણીની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે શિવા મેર સામે બળાત્કાર અંગેનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.