Abtak Media Google News

રાજકોટની સ્વાદપ્રિય જનતાને મળી ભેટ: શહેરમાં વિવિધ વેરાયટીના આટલા ફૂડ સ્ટોલ થશે શરૂ

રાજકોટ મહાનગર પાલિકાના વર્ષ 2021-22 માટે આજે જાહેર કરવામાં આવેલા બજેટમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા શહેરના વોર્ડ નં.10માં પુષ્કરધામ મેઈન રોડ પર આગામી દિવસોમાં પીપીપીના ધોરણે અદ્યતન ફુડ ઝોન શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

Advertisement

તેઓએ ઉમેર્યું હતું કે, પીપીપીના ધોરણે શરૂ થનાર આ ફુડ ઝોનમાં શહેરની સ્વાદપ્રિય જનતા માટે વિવિધ વેરાયટીઓના 12 જેટલા ફુડ સ્ટોલ શરૂ કરવામાં આવશે જેમાં 650 ચો.મી. જગ્યામાં અદ્યતન ડોમ સાથે પેવિંગ બ્લોક ફલોરીંગની સુવિધા હશે.

વિવિધ 12 ખાણી-પીણીના સ્ટોલ સાથે ફેમિલી રેસ્ટોરન્ટ પ્રકારના ફુડ ઝોન હશે જેમાં ફકત બ્રાન્ડેડ આઈટમોના સ્ટોલ ફ્રેન્ચાઈઝી મોડેલથી શરૂ કરવામાં આવશે. કાઠિયાવાડી, પંજાબી, સાઉથ ઈન્ડિયન, ચાઈનીઝ, કોન્ટીનેન્ટલ, ચાર્ટ, પાઉંભાજી, મિલ્ક શેઈક, ફ્રુટ જયુસ, આઈસ્ક્રીમ અને ફાસ્ટફુડના સ્ટોલનો સમાવેશ આ ફુડ ઝોનમાં કરવામાં આવશે. શહેરમાં રમત-ગમતનો વ્યાપ ખુબ વધી રહ્યો છે. શહેરીજનો રમત-ગમતનું મહત્વ સમજી રહ્યા છે. હાલ મોટાભાગની સ્પોર્ટસ ફેસીલીટી રેસકોર્સ સંકુલમાં છે.

શહેરના સીમાડા વિસ્તરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં જગ્યાની ઉપલબ્ધતા અને નાણાકિય આયોજન મુજબ તબકકાવાર સ્પોર્ટસ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવશે જેમાં વોકિંગ ટ્રેક અને બેડમીન્ટન પર ભાર મુકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.