Abtak Media Google News

TGM હોટલની સફળ સફર

રાજકોટની પ્રખ્યાત ધ ગ્રાન્ડ મુરલીધર હોટેલને 25 વર્ષ પૂર્ણ થયા છે.TGM હોટેલ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના સ્વાદના શોખીનો માટે પહેલી પસંદ બની ચુકી છે .એક સમય હતો આજથી 25 વર્ષ પહેલાં TGM હોટલ માં હાઈ વે પર માત્ર ટ્રક ડ્રાઇવર જમવા આવતા .પરંતુ ધીમે ધીમે સમય સાથે તાલમેલ રાખી લોકોને મીઠો આવકાર આપી તેમજ સ્વાદની ક્વોલિટી જાળવી રાખી નાનકડું છોડ એક વટવૃક્ષ બની ગયું છે. પ્રભાતભાઈ કુવાડીયા અને વિરાયતભાઈ કુવાડિયા અને દીકરાઓ એભલભાઈ કુવાડીયા અને ધર્મેશભાઈ તથા વિક્રમભાઈ કુવાડીયા એ કમાલ કરી દીધું.Screenshot 9 12

સતત આ ક્ષેત્રમાં આગળ વધીને ઇનોવેશન કરી TGM હોટેલને ચાર ચાંદ લગાડી દીધા.આજે 51 રૂમ 2 બેન્કવેટ હોલ 1 પાર્ટી પ્લોટ અને 24 કલાક ધમધમતું કોફી ઝોન અને સ્વાદની અવનવી વાનગીઓ સૌ કોઈને આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.હોટેલ નો દેખાવ જ એવો અતીઆધુનિક છે કે લોકોને સતત ત્યાં રહેવાનું ગમે છે.જમવાનું ગમે છે.બર્થ ડે સેલિબ્રેશન હોઈ કે નાના મોટા પ્રસંગો .લોકો TGM હોટેલમાં જ મનાવવાનો આગ્રહ રાખતા થઈ ગયા છે.તેનું કારણ નવી ટેકનોલોજી સાથે ડેવલોપમેન્ટ થયેલ હોસ્પીટાલીટી અને પ્રેમાળ સ્ટેફ જ કહી શકાય.

આજે ઓરેન્જ કપલ નામનો રિસોર્ટ અને ઇવેન્ટ વેલ્યુ નામના સોપાન શરૂ થયા છે તેને પણ લોકોનો સતત આવકાર મળી રહ્યો છે.યુવા બિઝનેસ મેન ભાર્ગવભાઈ કુવાડીયા પોતાના પારિવારીક વ્યવસાય એટલે કે TGM હોટેલમાં જ જોડાઈને દરરોજ ગ્રાહકોનો વિશ્વાસજીતીને બિઝનેસને આગળ ધપાવી રહ્યા છે.TGM ગ્રુપ નું મેનેજમેન્ટ સુરેન્દ્રભાઈ દત અને નરેન્દ્રભાઈ દત્ત ઉત્તમ રીતે સંભાળી રહ્યા છે.એભલભાઈના દિકરા ભાર્ગવભાઈ હોટેલ મેનેજમેન્ટ નો અભ્યાસ કરી આ હોટેલને યશકલગીરૂપ કામ કરી રહ્યા છે.રાજકોટીયનો માટે લગ્ન પ્રસંગ , બર્થ ડે સેલિબ્રેશન, સગાઈ પ્રસંગ આ હોટેલમાં હરખભેર ઉજવી રહ્યા છે.

શહેરીજનો માટે શહેરબહાર આઉટીંગ માટેનું સ્થળ એટલે TGM

વર્ષથી રાજકોટની બહાર હાઇવે પર ફૂડ ની સાથે મિત્રો તેમજ પરિવારજનો સાથે મનોરંજન પણ મળી રહે તે માટે નું કોઈ એક માત્ર સ્થળ હોઈ તો એ TGM હોટેલ છે.ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ લોકોની પહેલી પસંદ TGM બની રહ્યું છે ત્યારે યુવાનો નાઈટ આઉટ માટે પણ વર્ષોથી TGM આવી રહ્યા છે અને રાતભર ગરમા ગરમ થેપલા સુકીભાજી અને ગરમા ગરમ ગાંઠિયા જલેબી નો સ્વાદ માણી રહ્યા છે.

Screenshot 7 20

કાચા રસ્તાથી શરૂ થયેલા TGM આજે હાઈ-વે ઉપર સડસડાટ દોડી રહી છે !!

એક સમયે ગામડાઓના ધૂળિયા કાચા રસ્તામાં શરૂઆત કરેલ TGM હોટલ આજે જામનગર હાઇવે તેમજ અમદાવાદ નેશનલ હાઇવે પર અડીખમ ઉભી છે.હોટલના માલિકો કહે છે કે દાદાજીએ શરૂ કરેલ ઢાબા હોટેલ આજે 25 વર્ષના સમયગાળા બહોળો અનુભવ એ જ મીઠો આવકાર એ જ સ્વાદિષ્ટ ભોજન સાથે વિશાળ જગ્યા , નવી ટિમ ,નવા નામ સાથે, નવા જુસ્સા સાથે , નવી-નવી વાનગીઓના રસથાળ સાથે અવિતર સેવા આપી રહી છે.શરૂઆતમાં ધૂળિયા ગામડામા આ હોટેલની શરૂઆત થયેલ, સખત પરીશ્રમ ને કારણે આજે જામનગર હાઇવેની સાથે  અમદાવાદ નેશનલ હાઇવે પર પણ  TGM હોટેલ ગ્રાહકોનો વિશ્વાસ જીતી રહી છે.

નાનકડો છોડ આજે વટવૃક્ષ બની ગયું, ગ્રાહકોનો હૃદય પૂર્વક આભાર: TGM હોટલના માલિકો

Screenshot 8 16

TGM હોટેલના માલિક એભલભાઈ,ધર્મેશભાઈ,વિક્રમભાઈ તેમજ ભાર્ગવભાઈએ હર્ષની લાગણી સાથે જણાવ્યું હતું કે જોત જોતામાં 25 વર્ષ કેવી રીતે વીતી ગયા એ ખ્યાલ જ ન રહ્યો .સતત લોકોને ક્યાંય પણ તકલીફ ન પડે તે માટે અમે ખડે પગે રહીએ છીએ.સ્વાદિષ્ટ તેમજ સાત્વિક ભોજન મળી રહે તે માટે અમે રસોડામાં જઇને પણ પહેલા કોઈ પણ ભોજન ચાખીયે છીએ બાદમાં જ પીરસવામાં આવે છે.અમારી હોટલનો વઘારેલો રોટલો અતિ લોકપ્રિય બની ગયો છે.છેલ્લા 25 વર્ષથી અમારે એ જ રસોયા છે.વર્ષ 1997 થી સતત સખત પરિશ્રમ બાદ આજે જ્યારે નાનું છોડ એક વટવૃક્ષ બન્યું છે ત્યારે 2 બેન્કવેટ હોલ, 51 રૂમ, 24 કલાક કોફી શોપ,બાળકો માટે ગેમ ઝોન તેમજ કાઠિયાવાડી, ચાઈનીઝ, પંજાબી અને સાઉથ ઇન્ડિયન ફૂડમાં અમે નંબર 01 છીએ.આજના દિવસે અમારા તમામ ગ્રાહકોનો અમે આભાર માનીએ છીએ જેમને કારણે આજે અમે અહીં સુધી પોહચી શક્યા છીએ.લગ્ન પ્રસંગ, બર્થ ડે પાર્ટી, સગાઈ પ્રસંગમાં પણ લોકો ની પહેલી પસંદ TGM હોટેલ બની ગઈ છે.જામનગર હાઈ વે ની સાથે અમદાવાદ હાઈ વે પર પણ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અમે ગ્રાહક તરીકે નહીં પરંતુ પરીવારના સભ્યો તરીકે અહીં તમામને જમાડી રહ્યા છીએ.

છેલ્લા 15 વર્ષથી કાઠીયાવાડી જમવા અહીં આવુ છું સ્વાદ એનો એજ : પુનિત (શહેરીજન)

પુનિત જોશીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હોટેલ સ્ટાફનું વર્તન અને ફૂડનો સ્વાદ વર્ષોથી એક નો એક જ છે.છેલ્લા 15 વર્ષીથી TGM હોટેલમાં અમે જમવા આવીએ છીએ.મને અહીંનું  કાઠીયાવાડી ખૂબ જ ભાવે છે માટે સ્પેશિયલ જમવા માટે અહીં આવું છું.

ગામડે જતો ત્યારે હાઇવે પર ગાંઠીયાની સોડમ આવતા જ બ્રેક મારતો : રવિ (શહેરીજન)

શહેરીજન રવીએ અબતક મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી હું TGM હોટેલમાં આવું છું.આજથી 10 વર્ષ પહેલાં રોડ પર નીકળીએ ત્યારે ગરમા ગરમ ગાંઠિયાની સોડમ આવતી અને અમે ગાડી બ્રેક કરી ગાંઠિયા જલેબીનો સ્વાદ માણતા. હોટલનો સ્ટાફ ખૂબ સારી રીતે ગ્રાહકોને આવકાર આપે છે અને ફૂડ ની ક્વોલિટી વર્ષોથી એની એ જ છે ક્યારેય પણ અમે ફરિયાદ કરી નથી.કાઠીવાડીની સાથે ચાઈનીઝ પંજાબી ફૂડ પણ ખુબજ સારૂ બનાવી રહ્યા છે જે અમને ખૂબ પસંદ છે.

વઘારેલો રોટલો હોય કે કોન્ટીનેન્ટલ ફુડ, ‘હથરોટી’ અકબંધ !!

TGM હોટેલમાં ઉત્તમ કાઠિયાવાડી ભોજન ,પંજાબી ,ચાઈનીઝ અને અનેક વાનગીઓ પીરસવામાં આવે છે.સાથે સાથે સેન્ડવીચ ,પીઝા , સાઉથ ઇન્ડિયન અને આપણા ગાંઠિયા જલેબી તો ખરાજ.અસલી શોખીનોને ભીની માટીની જેમ ગાંઠીયાની સોડમ આવે એટલે સીધી જ ગાડી ત્યાં સ્ટોપ થાય છે.આજે દાયકાઓથી TGM હોટેલમાં સ્વાદ દાઢે વળગેલો રહે એ જ તો હોટેલની કમાલ છે.વર્ષોથી વઘારેલો રોટલો અને શુકીભાજી થેપલા ખુબજ પ્રચલિત છે.વાઘરેલા રોટલાના રસોયા જે આજથી 25 વર્ષ પહેલાં હતા તે જ રસોયા અત્યારે પણ છે અને લોકોને આંગળા ચાટાવી દે તેવો સ્વાદ પીરસી રહ્યા છે.જમવા આવેલા પરિવારજનો કોઈ પણ મેનુ ઑર્ડર કરે પરંતુ સાથે વઘારેલો રોટલો ઑર્ડર ન કરે તો તેમનું મેનુ અધૂરું ગણાય છે.

‘ગુરૂ કૃપા હી કેવલમ્’: હનુમાનધારાના મહંતે પ્રગટાવેલી જયોત આજે પણ બરકરાર

30 જાન્યુઆરી 1997માં ટીજીએમ હોટેલના સ્વાદ યાત્રાની શરૂઆત ખંઢેરી નિવાસી પ્રભાતભાઈ અરજણભાઈ કુવાડીયા થયા વિરાયતભાઈ અરજણભાઈ કુવાડીયાએ શરૂ કરેલ.રાજકોટ શહેરના જામનગર રોડ પર હનુમાનધારાના મહંત શાલિગ્રામ બાપુના હસ્તે ચૂલામાં અગ્નિ પ્રગટાવી કરેલી નાનકડા ઢાબા હોટેલ આજે મોટી જ્યોતિ રૂપ હોટલ બની ગઈ છે.આજે એ સંત ના આશીર્વાદથી રાજકોટની ખ્યાતનામ હોટેલ અડીખમ રૂપમાં ઉભી છે. ગુરૂના આશિર્વાદ હંમેશા તમામ શિષ્યો પર રહે છે. ટીજીએમ પરિવારને પહેલેથી જ હનુમાનધારાના મહંત પર અતુટ શ્રદ્ધા છે માટે જ હોટલની શરૂઆત તેમના હાથે ચુલામાં જયોત દ્વારા તેઓએ કરેલી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.