Abtak Media Google News
  • ઇન્ટરનેશનલ એરપોર્ટની માન્યતાના સપ્તાહમાં જામનગર એરપોર્ટ પરથી ૩૫૦ ફ્લાઇટનું મુવમેન્ટ

Jamnagar News : જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા પ્રિવેડિંગ સેરેમની નું આયોજન કરાયુ હતું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડિંગ જલસામા સહભાગી થવા દેશ વિદેશના મહેમાનો આવતા હોવાથી જામનગરના એરપોર્ટ પર ફલાઈટની દોડાદોડી રહી હતી. જેના ભાગરૂપે જામનગરના એરપોર્ટને ઓથોરિટી દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા આપવામાં આવી હતી. ત્યારે આ સપ્તાહ દરમિયાન ૩૫૦ ફ્લાઇટ મુવમેન્ટ થઈ છે. ૮૬ ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવર જવર સાથે કુલ ૪૫૦૦ લોકોનું એરપોર્ટ પરથી મુવમેન્ટ થયાનું સત્તાવાર સામે આવ્યું છે.

Jamnagar Airport

જામનગરના એરપોર્ટ પર સંખ્યાબંધ ડોમેસ્ટિક ફ્લાઇટ અવર જવર રહેવાની હોવાથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા થોડા દિવસો માટે જામનગરના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેની માન્યતા આપી છે. એરપોર્ટના ડાયરેક્ટ ડી.કે.સિંગે જણાવ્યું કે ૨૬ ફેબ્રુઆરીથી તારીખ ૩.૩.૨૪ સુધીના સમયગાળા દરમિયાન કુલ ૩૫૦ ડોમેસ્ટિક ફ્લાઈટોનું મુવમેન્ટ થયું છે. જયારે ૮૬ ઇન્ટરનેશનલ ફ્લાઇટનું મુવમેન્ટ જામનગરના એરપોર્ટ પર થયું છે, અને આ દિવસો દરમિયાન કુલ ૪૫૦૦ જેટલા મહેમાનોની એરપોર્ટ પર અવર-જવર જોવા મળી છે.

ભારત સરકારની મંજૂરીથી ઈમીગ્રેશન તેમજ કસ્ટમ સહિતની સુવિધાઓ પણ જામનગરના એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવાઈ હતી, અને ફલાઇટ ની મુવમેન્ટ વધતાં અન્ય એરપોર્ટ સેન્ટરો પાસેથી વધારા ના સ્ટાફ ને પણ જોડવામાં આવ્યો હતો. જામનગરના એરપોર્ટ પર આજે ૨૪ થી વધુ ફ્લાઈટની અવર-જવર થઈ હતી. આવતીકાલે ૪ માર્ચે કુલ ૧૬૦ લાઈટોનું જામનગરના એરપોર્ટ પરથી આવા ગમન થશે, અને મહેમાનો ની હેરફેર કરાશે. જેમાં ૧૦ ઇન્ટરનેશનલ ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે. સમારોહના પ્રથમ દિવસે એટલે કે સૌથી વધુ ૧ માર્ચના રોજ ૧૬૦ ફ્લાઈટનું મુવમેન્ટ થયાનું સત્તાવાર સામેં આવ્યું છે.

જામનગર : સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.